Thursday, November 21, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર સહીત દેશભર માં અપહરણ,હનીટ્રેપ અને ખંડણીના ગુન્હામાં સંડોવાયેલા બે શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી

પોરબંદરના સોની વેપારીનું અપહરણ કરી વીસલાખ રૂપિયાની ખંડણી વસુલનાર મુળ ભાવનગર પંથકના તથા હાલ નેપાળ વસતા ગેંગલીડર તથા તેના ગઢડા રહેતા સાગરિત સામે અંતે પોલીસે ગુજ-સી-ટોક હેઠળ કાર્યવાહી કરી છે, આ ગેંગ દ્વારા વર્ષ ૨૦૦૯થી અત્યાર સુધીમાં અનેક લોકોને શિકાર બનાવવામાં આવ્યા છે.

પોરબંદર ના વાડી પ્લોટમાં રહેતા અને સોની બજાર માં રૂપા જવેલર્સ નામની દુકાન ધરાવતા પ્રતાપભાઈ મગનભાઈ પાલા ને જયપુરની પાર્ટી પાસે હોંગકોંગનુ સોનુ હોવાનું અને બજાર ભાવ કરતા ૧૫ ટકા સસ્તું મળશે તેવું જણાવી પાલીતાણા ના આકોલાણી ગામનો ભરત મનજીભાઇ લાઠીયા તથા કુતિયાણા ના મહીરા ગામે રહેતો પ્રતાપ અરશીભાઈ ઓડેદરા નામના શખ્સો જયપુર લઇ ગયા હતા અને ત્યાં ગોંધી રાખી ઢોર માર મારી રૂ ૨૦ લાખ ની ખંડણી વસુલી હતી જે મામલે ભરત,પ્રતાપ અને ૫ અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે મામલે એલસીબી એ બાતમી ના આધારે ઓરીયન્ટ ફેક્ટરી પાછળ પોરબંદર- દ્વારકા બાયપાસ રોડ ઉપર થી મહીરા ગામે પાદર માં આવેલ પ્લોટ વિસ્તાર માં રહેતો પ્રતાપભાઈ અરશીભાઈ ઓડેદરા અને ગઢડા સ્વામીના ગામે બોટાદ રોડ પર પીટીસી કોલેજ પાસે રહેતા રામજી ઉર્ફે જાડો જીણાભાઈ કટારીયા ને ઝડપી લીધા હતા અને ખંડણીમાં બન્ને ના ભાગમાં આવેલ રૂ ૬,૪૫,૬૦૦ તથા ગુન્હો કરવામાં ઉપયોગ કરેલ ૨ લાખ ની કીમત ની સફેદ કલરની કાર કિ. રૂા. ૨,૦૦,૦૦૦ તથા રૂ ૮૦૦૦ ની કીમત ના ૨ મોબાઈલ મળી કુલ રૂા. ૮,૫૩,૬૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો.ત્યાર બાદ અન્ય શખ્સો ને પણ એલસીબી એ ઝડપી લીધા હતા.

               પોલીસ અધિક્ષકના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સોર્સીસ તથા બાતમીદાર મારફતે વ્યુહાત્મક ઢબે તપાસ કરી તા.૨૮/૧૦/૨૦૨૪ ના રોજ બે આરોપી તથા તા.૦૭/૧૧/૨૦૨૪ ના રોજ પાંચ આરોપી અટક કરવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.

 આરોપીઓ:-
(૧) ભરતકુમાર ઉર્ફે ગુરૂ ઉર્ફે ભાનુપ્રતાપસિંહ ઉર્ફે બીરમાનંદ ઉર્ફે ભાર્ગવ જાની ઉર્ફે ભાર્ગવ જૈન સન/ઓફ મનજીભાઇ ધનજીભાઇ લાઠીયા જાતે પટેલ ઉ.વ.૫૮ રહે. હાલ નેપાલગંજ ભાનુભક્ત ચોક, સેટુબીકા ચોક, ન્યુરોડ તા.જી.નેપાલગંજ (બાકે) નેપાળ. મુળ રહે. આંકોલાણી ગામ તા.પાલીતાણા જી.ભાવનગર.
(ર) રામજી ઉર્ફે જાડો જીણાભાઇ કટારીયા ઉ.વ.૩૮ રહે. ગઢડા ગામ બોટાદ રોડ PTC કોલેજ પાસે તા. ગઢડા જી.બોટાદ.
(૩) પ્રતાપ અરશીભાઇ ઓડેદરા ઉ.વ.૪૨ રહે. મહીરા ગામ પાદરમાં પ્લોટ વિસ્તાર તા.રાણાવાવ જી.પોરબંદર
(૪) પોપટ અરશીભાઇ ઓડેદરા ઉ.વ.૩૮ રહે. એરપોર્ટ પાછળ કુબેર પીકનીક હાઉસ મકાન નં. 9FA પોરબંદર મુળ મહીરા ગામ નવા પ્લોટ વિસ્તાર તા.રાણાવાવ જી.પોરબંદર.
(૫) નરેન્દ્રગીરી ઉર્ફે નરેશગીરી મહેશગીરી ગૌસ્વામી ઉ.વ.૩૮ રહે. જેતપુર ગોપાવાડી હનુમાન બાપાના મંદીર સામેની ગલીમાં મધુભાઇ બટેટાવાળાના મકાનમાં ભાડે તા.જેતપુર જી.રાજકોટ.
(૬) અશોક ઉર્ફે લાલી ઉર્ફે લાલો ઉર્ફે દરબાર સન/ઓફ બકાભાઇ શીવાભાઇ કાલીયા ઉ.વ.૨૯ રહે. ગઢડા ગામ નાગજીપરા હોળાયા રોડ તા.ગઢડા સ્વામીના જી.બોટાદ.
(૭) કમલેશ ઉર્ફે ભાણો સન/ઓફ ઓધવજીભાઇ રાધવભાઇ જાપડીયા ઉ.વ.૨૪ રહે. શિવરાજપુર ગામ શિવ શક્તિનગર તા.જસદણ જી.રાજકોટ.
ઉપરોકત અટક કરેલ તમામ આરોપીઓ પાસે થી નીચે મુજબનો મુદામાલ રીકવર કરવામાં આવેલ છે.

 કબ્જે કરેલ મુદામાલ :-
(૧) રોકડા રૂપીયા ૧૦,૦૪,૧૦૦/-
(ર) સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની અર્ટીગા કાર રજી. નં. GJ-33-F-3779 કી.રૂા. ૧૦,૦૦,૦૦૦/-
(૩) સફેદ કલરની નીશાન કંપનીની સની કાર રજી. નં. GJ-01-KS-2770 કી.રૂા. ૨,૦૦,૦૦૦/-
(૪) મોબાઇલ ફોન નંગ-૮ કી.રૂા. ૩૦,૫૦૦/-
(૪) છરી નંગ-૧ કી.રૂા. ૫૦/-
(૫) સીમકાર્ડ નંગ-૪
(૬) ગેંગ લીડર ભરત મનજી લાઠીયાના અલગ અલગ નામ વાળા આધારકાર્ડ નંગ-૩ તથા પાનકાર્ડ નંગ-૧ તથા ડ્રાઇવીંગ લાયસન્સ નંગ-૨ કી.રૂા. ૦૦/-

સદરહુ ગુનો ખુબ જ ગંભીર પ્રકારનો હોય પોલીસ અધિક્ષકર દ્વારા આરોપીઓના ગુનાહીત ઈતિહાસ તપાસવા તથા તમામ આરોપીઓ અંગે જીણવટ પુર્વક માહીતી એકત્રીત કરવા આપેલ સુચના અન્વયે અલગ અલગ ટીમો દ્વારા તમામ આરોપીઓના ગુનાહીત ઈતિહાસ બાબતે તપાસ કરતા સદરહુ ગુનાના મુખ્ય આરોપી તથા ગેંગ લીડર ભરત મનજીભાઇ લાઠીયા વિરૂધ્ધ નીચે મુજબના ગુનાઓ રજી. થયેલ છે.

ગેંગ લીડર ભરત મનજીભાઇ લાઠીયા વિરૂધ્ધ નોંધાયેલ ગુનાઓ
(૧) બનાસકાંઠા પાલનપુર શહેર/ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં. ફર્સ્ટ૧૦૬/૨૦૧૧ IPC ક. ૪૦૬, ૪૨૦, ૩૪૨, ૩૮૪, ૩૮૫, ૫૦૬(ર), ૧૨૦બી મુજબ.
(૨) ઉત્તરપ્રદેશ લખનઉ જાનકીપુર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૭૨/૨૦૧૮IPC ક. ૪૨૦, ૩૪૩, ૩૮૬, ૩૦૪, ૩૯૫ મુજબ.
(૩) ગાંધીનગર ઇન્ફોસીટી પોલીસ સ્ટેશન ગુન્હા નં. I ૪૭/૨૦૧૮IPC ક. ૩૦૨, ૩૪૬, ૩૬૪A, ૩૮૬, ૧૨૦બી મુજબ.
(૪) રાજસ્થાન રાજસમન્દ કાંકરોલી પો.સ્ટે. ૯૪/૨૦૧૮ IPC ક. ૪૨૦, ૧૪૩, ૩૮૬, ૩૮૭, ૩૪૭, ૧૪૯ મુજબ.
(૫) ભાવનગર ગારીયાધાર પો.સ્ટે. ફર્સ્ટ૨૧/૨૦૧૯ IPC ક. ૩૨૩, ૩૬૪(એ), ૩૮૪, ૧૨૦બી, ૩૫, ૫૦૬(ર), જી.પી.એકટક. ૧૩૫ મુજબ.
(૬) સુરત ગ્રામ્ય કોસંબા પોલીસ સ્ટેશન ગુન્હા રજી. નં. A-11214021210118/૨૦૨૧ IPC ક. ૩૬૫, ૩૮૬, ૧૨૦બી, ૫૦૬(ર), ૧૧૪, હથિયાર ધારાક. ૨૫(૧-બી) મુજબ.
(૭) સુરત ઉત્રાણ પોલીસ સ્ટેશન ગુન્હા રજી. નં. A-112100652300670/૨૦૨૪ IPC ક. ૪૨૦, ૩૮૬, ૩૨૩, ૩૪૨, ૫૦૬(ર), ૧૨૦બી મુજબ.
(૮) કિર્તીમંદિર પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ A-11218006240726/૨૦૨૪ બી.એન.એસ. ક. ૧૧૫(૨), ૩૫૨, ૬૧(૨)(એ), ૩(૫), ૩૫૧(૩), ૧૪૦(૨), ૧૪૦(૩), ૧૨૭(૨), ૩૦૮(૫), ૩૧૦(૨) મુજબ.

તેમજ ગેંગલીડર ભરત મનજીભાઇ ધનજીભાઇ લાઠીયાએ અગાઉ ભોગ બનનારનું અપહરણ કરી ગોંધી રાખી તથા હનીટ્રેપમાં ફસાવી ખંડણી ઉઘરાવેલ હોવાના આંઠ બનાવોને અંજામ આપેલ હોય જે નીચે વિગતે છે.
(૧) આજ થી અગ્યારેક વર્ષ પહેલા મેં તથા નેપાળના દિલબહાદુરએ એક માસી સાથે કાંઠમાંડુમાં એક મોટી ઉમરના નેપાળી બાપાને હનીટ્રેપમાં ફસાવી નેપાળી રૂપીયા ૪૦ હજાર લીધેલ હતા. જે બાબતે કોઇ ગુન્હો દાખઇ થયેલ નથી.
(ર) આજ થી આશરે આઠેક વર્ષ પહેલા મારા પિતાના સગા મામાના દિકરા આનંદ બચુભાઇ તેજાણી રહે. મોટા વરાછા સુરતવાળાને ડાયમંડ તથા સોનાના દાગીના વેચવા માટે મેં તેઓને નેપાળ બોલાવેલ હતા. જેમાં ૭-૮ દિવસ તેઓની સાથે રહી તેમની પાસેના દાગીના વેચાવેલ હતા અને તેમને રૂા. ૧૦ લાખનો નફો કરાવેલ હતો. ત્યારબાદ તેઓને બીજી વખત ડાયમંડ તથા સોનાના દાગીના વેચવા માટે નેપાળગંજ મારા ઘરે બોલાવેલ અને તેમની પાસે રહેલ દાગીનાને એક વેપારીને રૂા. ૪૨ લાખ ૬૪ હજાર નેપાળી રૂપીયા ગીરવે મુકીને તેઓને પાછા મોકલી દીધેલ હતા. જે રૂપીયા મેં વેપારી પાસે થી લઇ લીધેલ હતા અને આ આનંદભાઇને પાછા આપેલ ન હતા. જેમાં કોઇ ગુન્હો દાખલ થયેલ ન હતો.
(૩) ત્યારબાદ આશરે એક દોઢ મહીના બાદ સને ૨૦૧૯ માં રાજસ્થાન કોટા શહેરમાં જી.ઇ.બી.માં નોકરી કરતા હસુભાઇ નામના કર્મચારીને માણસોને નગ્ન જોવાના ચશ્માની લાલચ આપી હું તથા રામજી ઉર્ફે જાડો જીણાભાઇ કટારીયા તથા વિજયભાઇ દરબાર રહે. સિહોર ભાવનગરવાળો તથા પ્રતાપભાઇ અરશીભાઇ ઓડેદરા તથા ભાવેશભાઇ ડોકટર રહે. જેતપુરવાળો તથા દિલીપભાઇ આહિર રહે. જેતપુર વાળો તથા ડ્રાઇવર તરીકે ભાણો નામનો વ્યકિત હતો. જેમાં આ હસુભાઇને કોટા બોલાવેલ હતો અને તેને દોઢ-બે દિવસ ગોંધી રાખેલ હતો અને તેની પાસે થી રૂા. ૧૫ લાખ પડાવેલ હતા. જેમાં કોઇ ગુન્હો દાખલ થયેલ ન હતો અને અમોએ સમાધાન કરી દીધેલ હતા.
(૪) ત્યારબાદ આશરે એક દોઢ મહીના બાદ મોરબીના એક શિક્ષકે એક પાર્ટી ગોતેલ હતી. જેમાં ધીરૂભાઇ કાનજીભાઇ નાકોયા રહે. આસલપુર ગામ તા.વિંછીયા જી.રાજકોટ તથા રમેશભાઇ કોળી પટેલ રહે. કાળા તળાવ તા.વલ્લ્ભીપુર જી.બોટાદવાળાઓને નગ્ન જોવાના ચશ્માની લાલચ આપી હું તથા રામજી ઉર્ફે જાડો જીણાભાઇ કટારીયા તથા વિજયભાઇ દરબાર રહે. સિહોર ભાવનગરવાળો તથા કેવલભાઇ પટેલ રહે. સુરતવાળો તથા સમંત રહે. સુરતવાળો તથા અન્ય બે છોકરાઓ હતા. જેમાં આ બંન્ને જણાને સુરત ખાતે બોલાવેલ હતા અને તેને એક દિવસ ગોંધી રાખેલ હતા અને તે બંન્ને પાસે થી રૂા. ૩૦ લાખ પડાવેલ હતા. જેમાં મારા ભાગમાં રૂા. ૬ લાખ આવેલ હતા. જેમાં કોઇ ગુન્હો દાખલ થયેલ ન હતો.
(૫) સને ૨૦૨૩ ના વર્ષમાં ઓગસ્ટ મહીનાની ૧૫ તારીખ પછી મારો પાર્ટનર રોહીત ઉર્ફે ભુરો ચંદ્રકાંતભાઇ રંગાણીએ સુરત સરથાણા રહેતા સંજયભાઇ મગનભાઇ સોરઠીયાને સસ્તા ભાવે હીરા આપવાની લાલચ આપી મારી પાસે નેપાળ લઇ આવેલ હતો અને તેને મારા ઘરે નેપાળગંજ ખાતે લઇ જઇ દોઢ દિવસ ગોંધી રાખેલ હતા અને તેની પાસે થી રૂા.૬ લાખ પડાવેલ હતા. જેમાં હું તથા રોહીત રંગાણી ભાગીદારીમાં હતા અને મારા ભાગમાં રૂા. ૩ લાખ રૂપીયા આવેલ હતા. જેમાં કોઇ ગુન્હો દાખલ થયેલ ન હતો.

૬) સને ૨૦૨૪ ના વર્ષમાં સુરતના છગનભાઇ વઘાસીયા પટેલને સસ્તા ભાવે હીરા આપવાની લાલચ આપી હું તથા અશોકભાઇ પટેલ રહે. સુરતવાળો તથા રામજી ઉર્ફે જાડો જીણાભાઇ કટારીયા તથા જલાલબક્ષ મુસ્લીમ રહે. નેપાળગંજવાળો તથા અન્ય બે વ્યકિતઓએ મળી તેને નેપાળ ખાતે બોલાવેલ હતો. જેમાં છગનભાઇ તેના સસરાને પણ સાથે લઇ આવેલ હતા અને તે નેપાળગંજમાં જલાલબક્ષના ઘરે એક દિવસ ગોંધી રાખેલ હતો અને તેની પાસે થી રૂા. ૧૨ લાખ પડાવેલ હતા. જેમાં મારા ભાગમાં રૂા. ૮ લાખ આવેલ હતા. જેમાં કોઇ ગુન્હો દાખલ થયેલ ન હતો.
(૭) ત્યારબાદ આશરે બે મહીના બાદ અમદાવાદના એક વ્યકિતને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી હું તથા રામજી ઉર્ફે જાડો જીણાભાઇ કટારીયા તથા જલાલબક્ષ મુસ્લીમ તથા અન્ય બે વ્યકિત હતા. જેમાં તેને નેપાળ ખાતે મારા મકાને બોલાવેલ હતો અને તેને બે દિવસ ગોંધી રાખેલ હતો. તેની પાસે થી રૂા. ૫ લાખ પડાવેલ હતા. જેમાં કોઇ ગુન્હો દાખલ થયેલ ન હતો.
(૮) ત્યારબાદ સને ૨૦૨૪ ના વર્ષમાં જામનગરના એક પટેલભાઇને માણસો નગ્ન જોવાના ચશ્માની લાલચ આપી હું તથા રામજી ઉર્ફે જાડો જીણાભાઇ કટારીયા તથા પ્રતાપ અરશીભાઇ ઓડેદરા તથા વિજયભાઇ દરબાર તથા નેપાળનો બચ્ચન પાંડે તથા જલાલબક્ષ મુસ્લીમ રહે. નેપાળગંજવાળો હતા. જેમાં તેને નેપાળ ખાતે મારા મકાને નેપાળગંજ ખાતે બોલાવેલ હતો અને તેને બે દિવસ ગોંધી રાખેલ હતો અને તેની પાસે થી રૂા. ૯ લાખ પડાવેલ હતા. જેમાં મારા ભાગમાં રૂા. ૩ લાખ આવેલ હતા. જેમાં કોઇ ગુન્હો દાખલ થયેલ ન હતો.

તેમજ ગેંગ સભ્ય રામજી ઉર્ફે જાડો જીણાભાઇ કટારીયા વિરૂધ્ધ નીચે મુજબના ગુનાઓ રજી. થયેલ છે.

ગેંગ સભ્ય રામજી ઉર્ફે જાડો જીણાભાઇ કટારીયા વિરૂધ્ધ નોંધાયેલ ગુનાઓ
(૧) બોટાદ ગઢડા પો.સ્ટે. ગુ.ર.નં. III ૧૧૫/૨૦૧૫ પ્રોહી. ક. ૬૫ઇ, ૧૧૬બી, ૮૧ મુજબ.
(ર) બોટાદ ગઢડા પો.સ્ટે. ગુ.ર.નં. III ૨૧૯/૨૦૧૭ પ્રોહી. ક. ૬૬(૧)બી, ૬૫ઇ મુજબ.
(૩) બોટાદ ગઢડા પો.સ્ટે. ગુ.ર.નં. A-11190004230795/૨૦૨૩ IPC ક. ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૩૨૬, ૫૦૬(ર), ૧૧૪, જી.પી.એકટ ક. ૧૩૫ મુજબ.
(૪) બોટાદ ગઢડા પો.સ્ટે. ગુ.ર.નં. A-11190004221094/૨૦૨૨ પ્રોહી. ક. ૬૫એએ મુજબ.
(૫) ગાંધીનગર ઇન્ફોસીટી પોલીસ સ્ટેશન ગુન્હા નં. I ૪૭/૨૦૧૮IPC ક. ૩૦૨, ૩૪૬, ૩૬૪A, ૩૮૬, ૧૨૦બી મુજબ.
(૬) ઉત્તરપ્રદેશ લખનઉ જાનકીપુર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૭૨/૨૦૧૮IPC ક. ૪૨૦, ૩૪૩, ૩૮૬, ૩૦૪, ૩૯૫ મુજબ.
(૭) રાજસ્થાન રાજસમન્દ કાંકરોલી પો.સ્ટે. ૯૪/૨૦૧૮ IPC ક. ૪૨૦, ૧૪૩, ૩૮૬, ૩૮૭, ૩૪૭, ૧૪૯ મુજબ.
(૮) સુરત ગ્રામ્ય કોસંબા પોલીસ સ્ટેશન ગુન્હા રજી. નં. A-11214021210118/૨૦૨૧ IPC ક. ૩૬૫, ૩૮૬, ૧૨૦બી, ૫૦૬(ર), ૧૧૪, હથિયાર ધારાક. ૨૫(૧-બી) મુજબ.
(૯) કિર્તીમંદિર પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ A-11218006240726/૨૦૨૪ બી.એન.એસ. ક. ૧૧૫(૨), ૩૫૨, ૬૧(૨)(એ), ૩(૫), ૩૫૧(૩), ૧૪૦(૨), ૧૪૦(૩), ૧૨૭(૨), ૩૦૮(૫), ૩૧૦(૨) મુજબ.

                          આમ સદરહું બંન્ને આરોપીઓ પોતાની ધાક જમાવવા તેમજ ગુનાહિત વર્ચસ્વ સ્થાપિત કરવા પ્રાણઘાતક હથિયારો, લાકડી, કુહાડી તથા ધોકા જેવા હથિયાર સાથે રાખી સામાવાળાઓને ધાક બેસાડવા તેમજ આર્થિક લાભ મેળવવા સારૂ ખુન, ખુનની કોશીષ, બળજબરીથી કઢાવવુ, પ્રાણધાતક હથિયાર, અપહરણ, રાયોટીંગ, મારામારી ધાક ધમકી તથા ખંડણી માટે અપહરણ કરી જાહેર વ્યવસ્થા ભંગ જેવા ગુનાહિત કૃત્યો કરી પોરબંદર જીલ્લા તથા ગુજરાત રાજય તથા રાજસ્થાન રાજય તથા ઉત્તરપ્રદેશ રાજય તથા નેપાળ બોર્ડર આસપાસના વિસ્તારમાં આમ જનતાને અલગ-અલગ લાલચ આપી જેમાં સસ્તુ સોનું આપવાના બહાને તથા સસ્તા હીરા આપવાના બહાને તથા હનીટ્રેપ તથા નગ્ન જોવાના ચસ્માના બહાને તથા બન્ને બાજુ કલર વાળુ મોરપીછ આપવાના બહાને તથા પંચજન્ય શંખ આપવાના બહાને તથા અન્ય અલગ-અલગ લાલચ આપી પોતાની જાળમાં ફસાવી અપહરણ કરી ભયનુ વાતાવરણ ઉભુ કરી પોતાની ગેંગ મારફતે સંગઠીત ગુના આચરવામાં એકબીજાની મદદ કરી અને એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર અને મિલાપીપણા થી ગુના આચરે છે. તેઓ વારંવાર ગુનાઓ આચરી ભયનુ વાતાવરણ ઉભુ કરી તેમના ભયના ઓથા તળે સામાન્ય નાગરીકોમાં ડર ફેલાવી દબાણમાં રાખી ફરીયાદ પણ નહી કરવા દઇ પોતાની ગેરકાયદેસરની પ્રવૃતિ સતત ચાલુ રાખેલ હોય. ઉપરોકત બંન્ને આરોપીઓએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા ભેગા મળી આરોપી ભરત મનજીભાઇ લાઠીયાએ ગેંગલીડરની ભુમીકા ભજવી પોતાની આગેવાની હેઠળ સંગઠીત ગુના આચરતી ટોળકી “organized Crime Syndicate” બનાવી એકબીજાના સંકલનમાં રહી આરોપી રામજીએ ગેંગસભ્યની ભુમીકા ભજવી એકબીજાને દુષ્પ્રેરીત કરી છેલ્લા દશ વર્ષમાં ગુજરાત રાજય ના પોરબંદર ,

ગાંધીનગર તેમજ સુરત શહેર-ગ્રામ્ય, બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા તથા ભાવનગરના ગારીયાધાર શહેર હદ વિસ્તારમાં ગંભીર પ્રકારના ગુનાઓ જેમાં વ્યક્તિને મુત્યુ અથવા મહાવ્યથાના ભયમાં મુકીને બળજબરીથી કઢાવવાના, માનવ શરીર અને જીંદગીને અસરકર્તા ગુનામાં પ્રાણઘાતક હથિયાર સાથે મારામારી, ખુન, ધાકધમકીના, જાનમાલ મીલકત સબંધીમાં લુંટ, અપહરણ, ગેરકાયદેર અટકાયતમાં રાખવા, ખંડણી માટે અપહરણ, હથિયાર ધારા, છેતરપીંડી, વિશ્વાસધાત, પ્રોહિબીશન જેવા ગુન્હાઓ આચરી ભયનું વાતાવરણ ઉભું કરી ગુનાઓ આચરી પોતાની ટોળકીની ગુનાહિત પ્રવૃતિ સતત ચાલુ રાખી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરી ગુનો કરેલ હોવાનું ફલીત થતા પોલીસ અધિક્ષક પોરબંદરની સુચના થી ઇ/ચા પો.ઇન્સ. આર.કે.કાંબરીયા દ્રારા સદરહું બંન્ને આરોપી વિરૂધ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (GUJCTOC) એકટ-૨૦૧૫ની કલમ-૩(૧)ની પેટા-(૧), (૨) તથા કલમ-૩(૨) તથા કલમ-૩(૪) મુજબ અલગ થી ગુનો દાખલ કરવા પ્રપોઝલ તૈયાર કરી પોલીસ અધિક્ષક પોરબંદર ભગીરથસિંહ જાડેજા મારફતે જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા ની કચેરી ખાતે મંજુરી અર્થે મોકલતા જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા દ્રારા બંન્ને આરોપી વિરૂધ્ધમાં ગુજસીટોક કાયદા અંગે ગુનો નોંધવા હુકમ કરતા બંન્ને આરોપીઓ વિરૂધ્ધ કીર્તિમંદીર પો.સ્ટે. માં ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (GUJCTOC) એકટ-૨૦૧૫ની કલમ-૩(૧)ની પેટા-(૧), (૨) તથા કલમ-૩(૨) તથા કલમ-૩(૪) મુજબનો ગુનો રજી. કરી આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક શ્રી રૂતુ રાબા સાહેબનાઓને સોંપી દાખલારૂપ કાર્યવાહી કરી ભરત મનજીભાઇ લાઠીયા ગેંગને કાયદાનું ભાન કરાવી જેલમાં ધકેલી કાયદો સર્વોપરી હોવાનો અહેસાસ કરાવતી પોરબંદર જીલ્લા પોલીસ.

 કામગીરીકરનારઅધિકારી/કર્મચારીઓ :-
આ કામગીરી પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબનાઓના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ LCB I/C PI શ્રીઆર.કે.કાંબરીયા, તથા ASI બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, મુકેશભાઇ માવદીયા, ગોવિંદભાઇ મકવાણા, મહેશભાઇ શીયાળ તથા WASI રૂપલબેન લગધીર, લાખીબેન મોકરીયા તથા HC ઉદયભાઇ વરૂ, સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વિપુલભાઇ ઝાલા તથા WHC નાથીબેન કુછડીયા તથા PC નટવરભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, દુલાભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. PC ગોવિંદભાઇ માળીયા તથા રોહીતભાઇ વસાવા વિગેરે રોકાયેલ હતા.

પોરબંદર પોલીસ ની આ કામગીરી ને લોકો એ પણ બિરદાવી છે અને એલસીબી એ જે રીતે જહેમત ઉઠાવી આ ગેંગ ના અન્ય ગુન્હા નો પર્દાફાશ કર્યો હતો ત્યાર બાદ જ ચોંકાવનારી હકીકતો સામે આવી હતી આથી એલસીબી ની સમગ્ર ટીમ ને પણ બિરદાવવામાં આવી છે

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે