પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં ચાર દિવસ પહેલા રાત્રિના સમયે યુવતીની છેડતી થઇ હતી જે મામલે અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે
પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં વાહન ના શોરૂમ પાછળ રહેતી ૧૯ વર્ષીય યુવતીએ કમલાબાગ પોલીસ મથક માં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તા. ૭ ના રાત્રે પોણા દસ વાગ્યા પછી તથા આર્યન જીણુભાઈ દયાતર અને અભય સુખડીયા નરસંગ ટેકરીમાં એક દુકાને દુધ અને બિસ્કીટ લેવા ગયા હતા ત્યારે ભરત વાઢેર નામનો શખ્શ ત્યાં આવ્યો હતો અને તેણે આર્યન દયાતરને એ યુવતીની અન્ય ફ્રેન્ડને ‘તું બોલાવતો નહીં” કહીને બોલાચાલી અને ગાળો કાઢી હતી.  યુવતી તથા આર્યન દયાતર અને અભય સુખડીયા ફલેટ પર જતા હતા ત્યારે અભય સ્કૂટરમાં એપાર્ટમેન્ટ સુધી પાછળ આવ્યો હતો.
ત્યારબાદ આર્યને ભરત વાઢેરને ફોન કરીને ‘શા માટે હું આ યુવતીને બોલાવુ નહીં? અને શા માટે તે મને ગાળો દીધી?’ તેમ પૂછતા ભરતે તેને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ યુવતીએ આર્યનના ફોનમાંથી ભરત વાઢેરને ફોન કરતા તેણે આ યુવતીને પણ ગાળો આપી હતી તેથી યુવતીએ તેને સમજાવવા માટે એપાર્ટમેન્ટ પાસે બોલાવ્યો હતો. જ્યાં ભરત વાઢેર યુવતીની એકદમ નજીક આવી ગયો હતો અને તેના કમરના ભાગે હાથ રાખીને ઉભો રહી ગયો હતો. આથી યુવતીએ તેને દૂર રહેવાનુ કહેતા તેના વિષે ખરાબ શબ્દો બોલીને, ગાળો દઇ મારી નાખવાની ધમકી આપી હતી તથા નિર્લજ્જ હુમલો કરવાના ઇરાદે સ્પર્શ કર્યો હતો. ત્યાં ઉપસ્થિત અભય, આર્યન, રોનક અને મેક બધા વચ્ચે છોડાવવા પડતા ઝઘડો થયો હતો. અને અંતે આ યુવતીએ ભરત સામે ફરિયાદ નોંધાવતા કમલાબાગ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
				
															














