Friday, October 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં સિંધી સમાજના સંતશ્રી ખાનુરામજીની ‘‘૭૩મી’’ વરસી ઉત્સવ નિમીતે અનેકવિધ કાર્યક્રમો યોજાશે

પોરબંદરમાં સિંધી સમાજના સંતશ્રી ખાનુરામજીની ‘‘૭૩મી’’ વરસી ઉત્સવ નિમીતે અનેકવિધ કાર્યક્રમો યોજાશે. વરસી ઉત્સવના સમગ્ર કાર્યક્રમની માહીતી આપતા મેમણવાડા મંદિર થલ્હીના ગાદિપતી સંતશ્રી સાંઈ મુલણશાહ ભારતીમાતા જણાવે છે કે, પોરબંદરના આંગણે આ વખતે સંત શિરોમણી શ્રી ખાનુરામ સાહેબનો વરસી ઉત્સવ મેલો તા.૧૮/૧૦/૨૦૨૪ થી તા.૨૦/૧૦/૨૦૨૪ ત્રણ દિવસ ભકિત ભાવ સાથે ઉજવવામાં આવશે.

વરસી ઉત્સવ નિમીતે આ વર્ષે તા.૧૮/૧૦/૨૦૨૪ ના શુક્રવારે નવ વાગ્યે પોરબંદર સિંધી સમાજના બ્રાહ્મણ શ્રી દેવીદાસજી પૂજનવિધી સાથે વરસી ઉત્સવનો પ્રારંભ કરાવશે. સવારે દશ થી બાર વાગ્યા સુધી મંદિરે વડોદરાના મશહુર કલાકાર પ્રકાશ ભગત ધાર્મિક ભજનો સાથે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. બપોરે સાડા બાર વાગ્યે ગુરૂગ્રંથ સાહેબના અખંડપાઠ સાહેબ નો વિધીવત આરંભ કરવામાં આવશે. ત્યારબાદ આરતી સાહેબ, પલ્લવસાહેબ થશે, ત્યારબાદ પ્રસાદી વિતરણ કરવામાં આવશે. સાંજે પાંચ વાગ્યાથી સાત વાગ્યા સુધી સુરત થલ્હી-મંદિરના સેવાદારી નિખીલ લાલવાણીનો ભજનકિર્તનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. રાત્રે ૯ થી ૧૧ વાગ્યા સુધી પોરબંદરની મશહૂર હેમનભાઈ ભાવનાણીની છમાછમ ટોલીના ધમાકેદાર ભગત નો પ્રોગ્રામમ રાખવામાં આવેલ છે.

તા.૧૯/૧૦/૨૦૨૪ શનિવારે સવારે નવ થી બાર વાગ્યા સુધી વડોદરા ના નામી કલાકાર પ્રકાશભગત નો ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. ત્યારબાદ હુકમનામું, અરદાસ, શ્રી આરતી સાહેબ, પલ્લવ સાહેબ બાદ પ્રસાદીનો વિતરણ થાશે, સાંજે પાંચ થી છ વાગ્યા સુધી સુરત થલ્હી મંદિરના સેવાદારી બહેનો દ્વારા પૂજયમાતા સાધણી સાહેબની ધૂની નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. સાંજે સાત થી અગિયાર વાગ્યા સુધી અજમેરના મહશુર ઈન્ટરનેશનલ યુવા સિંગર લવીકમલ ભગતનો છમાછમ ટોલીનો જોરદાર પ્રોગ્રામ રાખવામાં આવેલ છે.

તા.૨૦/૧૦/૨૦૨૪ ના રવિવારે સવારે આઠ વાગ્યે સમુહ જનોઈનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે. સમુહ જનોઈના આચાર્યપદે બ્રાહ્મણ દેવતા શ્રી દેવીદાસ શર્મા જનોઈ ધારણકર્તા બાળકો મંત્રોચાર સાથે જનોઈ ધારણ કરાવશે. સવારે ૧૦ વાગ્યે સિંધી લાડાના ડી. જે. નો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

વરસી ઉત્સવમાં બહારગામ થી પધારેલા સિંધી સમાજના આગેવાનો ગામે-ગામ થી પધારેલા પંચાયતના પ્રમુખો તેમજ અખિલ સૌરાષ્ટ્ર સિંધી પંચાયત ફેડરેશનના સર્વે હોદેદારશ્રીઓ સર્વશ્રી લીલારામ પોપટાણી, ધનરાજભાઈ જેઠાણી, પરમાણંદભાઈ ખટર, બ્રીજલાલ સોનવાણી, અશોક વધવા, ક્રિપાલદાસ કુંડલાણી, જીતેશ પુનવાણી, જગદિશ ચાવલા, શ્રી કાળુભાઈ સુખવાણી, વીરભાનભાઈ આહુજા, સુનિલ નાવાણી, મુલચંદ આનંદવાણી, અશોકભાઈ જીવનાણી, દિલીપભાઈ હોતવાણી, જયંતિલાલ આહરા, અશોકકુમાર સમ્રાટ તેમજ સર્વે કારોબારી સભ્યો હાજરી આપશે તેમજ વરસી ઉત્સવ તેમજ સમુહ જનોઈના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર પોરબંદરના પૂર્વ સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ કીરીટભાઈ મોઢવાડિયા, જીલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ, ખારવા સમાજના આગેવાન ભરતભાઈ મોદી, શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ મજીઠીયા, સિનીયર ભાજપ અગ્રણી કેતનભાઈ દાણી, નિલેશ કિશોર, હિતેષ કારિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશ કારિયા સહિત વિવિધ જ્ઞાતિના અનેક આગેવાન હાજરી આપશે.

બપોરે ૧૨-૦૦ વાગ્યે ગુરૂગ્રંથ સાહેબના અખંડપાઠ સાહેબનો ભોગ સાહેબ પૂર્ણાવતી અરદાસ સાથે પૂર્ણ થશે. ત્યાર બાદ આરતી સાહેબ પછી આ વર્ષના વરસી ઉત્સવનો પલ્લવ સાહેબ પુર્ણાવતી નો પલ્લવ, ભારતીમાતા દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ આ વર્ષના મેલાની પૂર્ણાવતી થશે .બહારગામથી પધારેલા સર્વ ભકતજનો માટે ત્રણેય દિવસ લંગર પ્રસાદ ભંડારાની વ્યવસ્થા દિવેચા કોળી જ્ઞાતિની વંડીમાં રાખવામાં આવેલ છે. તેમજ બહારગામથી પધારેલા તમામ ભકતજનો માટે ત્રણેય દિવસ રહેવાની સુવિધા કોળીજ્ઞાતિની વંડી, હાલારી વાણંદ જ્ઞાતિની વંડી, લોહાણા મહાજન વંડી, સિન્ધુભવન ખાતે કરવામાં આવેલ છે. તેમજ પોરબંદરના સર્વે સિંધી સમાજના પરિવારનો ભંડારો તેમજ બહારગામના ભકતજનોનો ભંડારો તા.૨૦/૧૦/૨૦૨૪ બપોરે ૧૨-૩૦ વાગે કોળીજ્ઞાતિ ની વંડી ખાતે રાખવામાં આવેલ છે.

છેલ્લા બે મહિનાથી સંતશ્રી ખાનુરામ સાહેબ, પૂ. માતા સાધણી સાહેબના વંસજ પરિવારના સર્વશ્રી ગાદિપતી સંતશ્રી સાંઈ મુલણશાહ ભારતીમાતા, સતીષભાઈ, રાજાભાઈ, સુનિલકુમારની સાથે પોરબંદરના સેવાદારીઓ વરસી ઉત્સવને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. વરસી ઉત્સવના આયોજનને સફળ બનાવવા માટે સિંધી સમાજના સેવાદારીઓની કુલ મુખ્ય ૨૧ સમિતિઓ બનાવવામાં આવેલ છે. દરેક સમિતિ નીચે આઠ થી દસ સેવાદારીઓનો સમાવેશ કરવામાં આવેલ છે. સ્થાનિક તેમજ બહારગામથી પધારેલ ભકતજનો વરસી ઉત્સવનો વ્યવસ્થીત લાભ લઈ શકે તે માટે થલ્હી-મંદિર તરફથી જોરદાર વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પોરબંદર સિંધી સમાજ આગેવાનો, સેવાદારી ભાઈઓ, સેવાદારી બહેનો તેમજ પૂજય માતા સાધણી સાહેબ સેવા સમિતિ, પોરબંદરના યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. સર્વે સિંધી સમાજના પરિવારોને વરસી ઉત્સવમાં હાજરી આપવા અપીલ કરાઈ છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે