Friday, October 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર પીજીવીસીએલમાં ફરજ બજાવતા ત્રણ મહિલાઓએ રમતગમતમાં સિદ્ધિ મેળવતા સન્માનપત્રથી બિરદાવ્યા

વડોદરા સ્થિત ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા આયોજિત સ્પોર્ટસ તથા કલ્ચરલ સ્પર્ધામાં પોરબંદર પીજીવીસીએલનાં ત્રણ મહિલા કર્મચારીઓ એ મેડલ પ્રાપ્ત કરતા તેઓનું સન્માન કરાયું હતું.

પોરબંદર પીજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવતા ત્રણ મહિલા કર્મીઓએ વડોદરા સ્થિત ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા જીયુવીએનએલ તથા તેની સંલગ્ન કંપનીઓ માટે આયોજિત થતી સ્પોર્ટસ તથા કલ્ચરલ સ્પર્ધામાં ત્રણ બહેનોએ અલગ અલગ રમતોના મેડલ પ્રાપ્ત કર્યા હતા. જીવનના સર્વાંગી વિકાસ માટે રમગ-ગમત અને કલા મહત્ત્વના પાસાંઓ છે.

આ જ ઉપલક્ષ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં પ્રતિવર્ષ ખેલ મહાકુંભના આયોજન કરાવ્યાં હતાં. વર્તમાન ગુજરાત સરકાર પણ આ પંરપરાને પ્રતિબદ્ધતા સાથે નિભાવી રહી છે. આ સંદર્ભમાં પીજીવીસીએલમાં ફરજ બજાવવાની સાથે સાથે સમય કાઢીને એઝમીના બેન એ બેલીમેએ બેડમિન્કેટન ,હર્ષિતાબેન કે બરેજાએ ચેસ અને જ્યોતિબેન એમ પંડ્યા એ કેરમ ની રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સફળતા પ્રાપ્ત કરી છે,

આ મહિલા કર્મીઓએ ફરજ બજાવવાની સાથે સાથે રમત-ગમત માટે પણ સમય કાઢીને અનન્ય કૌશલ્યને નિખારી અનેરી સિદ્ધિ મેળવી છે. મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા અને પરિશ્રમથી આગળ વધી રહી છે. ત્યારે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાની સાથે સાથે રમત-ગમતની આવડતને મહેનત દ્વારા સજાવીને જીવનમાં સફળતાનાં શિખરો સર કરતાં રહો તેવી શુભેચ્છા પત્ર પાઠવી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ ત્રણ મહિલાઓને સન્માનિત કરાયા છે.

જિલ્લા કલેકટર કચેરી પોરબંદર ખાતે જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠક્કરે આ મહિલાઓને રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ સન્માનિત કરવામાં આવી હતી. આ તકે અધિક નિવાસી કલેકટર રાજેન્દ્રસિંહ રાયજાદા,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રિયાંક ગળચર ઉપસ્થિત રહ્યાં હતાં.

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ, વડોદરા દ્વારા દર વર્ષે જીયુવીએનએલ તથા તેની સંલગ્ન કંપનીઓ માટે સ્પોર્ટ્સ તેમજ કલ્ચરલ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. પીજીવીસીએલ, પોરબંદર ખાતે પણ બહોળી સંખ્યામાં મહિલા કર્મચારીઓ ફરજ બજાવે છે, જેમાંથી વર્ષ ૨૦૨૩-૨૪ માં ત્રણ મહિલા કર્મચારીઓએ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ, વડોદરા આયોજીત સ્પર્ધાઓમાં પોતાના સામાજિક જીવનની તેમજ પીજીવીસીએલની ફરજ બજાવવા ઉપરાંતનો સમય કાઢીને પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપી રમતગમત ક્ષેત્રે પરફોર્મન્સ કર્યું હતું . આ મહિલા કર્મચારીઓ પ્રથમ ઇન્ટર કંપનીની ટીમમાં અને ત્યારબાદ જીયુવીએનએલની નેશનલ ટીમમાં પસંદગી પામ્યા હતા.

તેઓએ ગત વર્ષ ૨૦૨૩-૨૪ માં ઓલ ઇન્ડિયા ઈલેક્ટ્રીસીટી સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ(AIESCB) દ્વારા હરિયાણા રાજ્યના કુરુક્ષેત્ર ખાતે આયોજિત ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું જે બદલ મુખ્યમંત્રી દ્વારા ત્રણેય ને સન્માનપત્ર અપાયા છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે