ગોરસર નેસ માં ખેતર માં ગેરકાયદે વીજશોક મુકાવામાં આવતા તંત્ર દ્વારા ૧૫ હજાર નો દંડ ફટકારવામાં આવ્યો છે.
પોરબંદર વન વિભાગ, પોલીસ વિભાગ તથા પીજીવીસીએલ નો સ્ટાફ માધવપુર રાઉન્ડના કોસ્ટલ અનામત જંગલ વિસ્તારમાં સંયુકત પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન રાણાવાવ રેન્જની માધવપુર રાઉન્ડની પાતા બીટના અનામત જંગલ વિસ્તારની બોર્ડર પર ગોરસર નેશની પાછળના ભાગમાં માલીકીના ખેતરમાં ખુલ્લો લોખંડનો વાયર બાંધી તેમા વિજ પ્રવાહ પસાર કરી ગેરકાયદે ઇલેકટ્રીક શોક મુકવામાં આવ્યો હતો. જેથી તંત્ર દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ ની કલમની જોગવાઇ મુજબ ગુનો નોધી અને ગુના અન્વયે આ ગુનો કરનાર લાખા મેસુર સિંધલ રે. ગોરસર નેશ વાળા પાસેથી રૂા. ૧૫,૦૦૦ દંડ વસુલવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.