પોરબંદર ના મિત્રાળા ગામના યુવાનને કેનેડા જવાની લાલચ આપી છ લાખ ની છેતરપિંડી કરનાર અમદાવાદ ના શખ્શ ને પોલીસે કપડવંજથી ઝડપી લીધો છે.
૭ એપ્રિલના રોજ મિત્રાળા ગામે રહેતા અને ખેતીકામ કરતા વેજા દેવશીભાઈ ભુતિયા નામના ૪૬ વર્ષના યુવાન દ્વારા એવી પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી હતી કે,ગુંદા ગામે રહેતા તેના દુરના સગા હરીશ લાખા કુછડીયા સાથે તેને કેનેડા કામધંધા માટે જવું હતું. તેથી એજન્ટની તપાસ કરતા હતા એ દરમિયાન ગુંદા ગામની ડેનીશાબેન પટેલ તે અમદાવાદ સાસરે છે. તેમણે અમદાવાદના અપુર્વભાઈના નંબર આપ્યા હતા અને અપુર્વભાઈનો સંપર્ક કરતા તેણે અમદાવાદના ઉતમનગરમાં કમલાનહેરૂ ગાર્ડન પાસે સેલવી એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા રાજકુમાર ઉર્ફે રાજ અશ્વિન પંડયાનો સંપર્ક કરાવ્યો હતો.આથી નવરંગપુરામાં નિર્મલ ટાવરમાં વી.આઈ. કન્સ્લટનસી નામની રાજ પંડયાની ઓફિસે ફરીયાદી વેજાભાઈ અને તેના સબંધી હરીશભાઈ મળવા ગયા હતા.
તા.૩૧.૭.૨૦૨૩ પહેલા થયેલી આ મુલાકાતમાં એવું જણાવાયું હતું કે, તેમને બન્નેને કેનેડામાં ખેતીકામ કરવા માટે જવાનું છે અને બે વર્ષની વિઝા મળે છે.જેના માટે છ લાખ રૂપિયા ભરવાના થાય છે તેમ કહેતા આ બન્ને યુવાનો ત્યાંથી નીકળી ગયા હતા.ત્યારપછીના ઘણા દિવસો બાદ ફરીયાદીએ રાજ પંડયાને કેનેડા જવા માટે આઠ લાખ પચાસ હજાર રૂપિયા વિઝા સ્ટેમ્પિંગ કરાવવા નક્કી થયું હતું.તેથી પોરબંદરના વાડીપ્લોટમાં આવેલી એસ.બી.આઈ.બેંકમાંથી ૩૧.૭.૨૦૨૩ ના ત્રણ લાખ રૂપિયા રાજકુમાર અશ્વિન પંડયાના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.એ પછી તા.૨૫.૮.૨૦૨૩ ના ફરીયાદીને રાજે ફોન કરીને એવું જણાવ્યુ હતુ કે,તમારા ડોક્યુમેન્ટ તૈયાર છે ત્રણ લાખ રૂપિયા બેંક એકાઉન્ટમાં આપો જેથી બેંકનો સમય પુરો થઇ ગયો હોવાથી આંગણીયામાં રૂપિયા મોકલવાનું કહેતા પોરબંદરના ઇન્દ્રપ્રસ્થ પાસે આવેલ પી.એમ.આંગણીયાની ઓફીસમાંથી અમદાવાદ બાપુનગરની શાખામાં ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા.હરીશ પાસે પૈસા નહી હોવાથી તેણે પૈસા આપ્યા ન હતા. પણ ફરીયાદીએ તેને છ લાખ રૂપિયા આપી દીધા હતા.ત્યારબાદ કેનેડા લઇ જવાની સ્કીમ ખોટી અને ઉપજાવેલી હોવાનું ફરીયાદીના ધ્યાને આવતા તેને વારંવાર રાજ પંડયા પાસે પૈસા માંગ્યા હતા પણ આપ્યા ન હતા.આથી અંતે છ લાખ રૂપિયાની છેતરપીંડી થયાની રાજકુમાર પંડયા સામે ફરીયાદ નોંધાવી હતી.
પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પેરોલ ફરારી આરોપીઓને પકડી પાડવા સારુ સૂચના કરવામાં આવેલ જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કોડ પોરબંદરના પોલીસ સબ ઇન્સપેકટર એચ.એમ. જાડેજા તથા પેરોલ ફર્લો સ્કોડના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઈ. જે.આર. કટારા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ સીસોદીયા તથા પીયુષભાઈ સીસોદીયા તથા વજશીભાઇ વરુને સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે નવીબંદર મરીન પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી ગુન્હાના કામે નાશતો ફરતો આરોપી રાજકુમાર અશ્વિનભાઈ પંડયા, ઉ.વ. ૨૬, રહે. ૩૪, સી-૩ બ્લોક, શક્તિ ગાર્ડનીયા ફલેટસ, ન્યુ વટવારોડ, વટવા અમદાવાદ હાલ કપડવંજ ખાતે છે જે હકીકત આધારે ત્યાં જઇ તપાસ કરતા સદર ફરાર આરોપી મળી આવેલ જેને આગળની તપાસ માટે નવીબંદર મરીન પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.
આ કામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સપેકટર એચ.એમ. જાડેજા તથા એ.એસ.આઇ. એચ. કે. પરમાર તથા જીણાભાઈ કટારા, પિયુષભાઈ બોદર તથા હેડ કોન્સ્ટેબલ પિયુષભાઇ સીસોદીયા,
પ્રકાશભાઈ નકુમ, જેતમલભાઈ મોઢવાડીયા, વજશીભાઈ વરૂ, કેશુભાઈ ગોરાણીયા, હરેશભાઈ સીસોદીયા તથા પોલીસ કોન્સ્ટેબલ આકાશભાઈ શાહ તથા ટેકનીકલ ટીમ દ્વારા કરવામાં આવેલ