પોરબંદર
માધવપુર ના પ્રસિદ્ધ મેળા ના આયોજન ને હવે ગણતરી ના દિવસો જ બાકી છે.ત્યારે વડાપ્રધાન મોદી એ તેના મન કી બાત કાર્યક્રમ માં તેનો ઉલ્લેખ કરી પૂર્વ અને પશ્ચિમ ભારત ના ગાઢ સબંધ વિશે માહિતી આપી હતી.
રામનવમી થી યોજાતા માધવપુર ના પ્રસિદ્ધ લોકમેળા ના આયોજન ને ગણતરી ના દિવસો જ બાકી છે.ત્યારે આજે વડાપ્રધાન મોદી એ મન કી બાત કાર્યક્રમ માં સૌરાષ્ટ્રના આ પ્રસિદ્ધ મેળા નો ઉલ્લેખ કર્યો હતો.અને તેના ઈતિહાસ અને મહત્વ વિશે સવિસ્તર માહિતી આપી હતી.જેમાં તેઓએ જણાવ્યું હતું કે માધવપુર મેળો’ ગુજરાતના પોરબંદરના સમુદ્ર પાસે માધવપુર ગામમાં લાગે છે.પરંતુ તેનો હિન્દુસ્તાનના પૂર્વીય છેડા સાથે પણ સંબંધ જોડાય છે.
તમે વિચારતા હશો કે આવું કઈ રીતે સંભવ છે? તો તેનો પણ ઉત્તર એક પૌરાણિક કથામાં મળે છે. કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણનો વિવાહ પૂર્વોત્તરનાં રાજકુમારી રુક્મિણી સાથે થયો હતો.આ વિવાહ પોરબંદરના માધવપુરમાં સંપન્ન થયો અને આ વિવાહના પ્રતીક રૂપે આજે પણ ત્યાં માધવપુર મેળો યોજાય છે.પૂર્વ અને પશ્ચિમનો આ ગાઢ સંબંધ, આપણો વારસો છે. સમયની સાથે હવે લોકોના પ્રયાસથી, માધવપુર મેળામાં નવી-નવી ચીજો જોડાઈ રહી છે.અને આ મેળામાં હવે ઈશાન ભારતથી ઘણા ઘરાતી પણ આવવા લાગ્યા છે.એક સપ્તાહ સુધી ચાલતા માધવપુર મેળામાં ઈશાન ભારતના બધાં રાજ્યોના કલાકારો પહોંચે છે, હસ્તકળા સાથે જોડાયેલા કલાકારો પહોંચે છે અને આ મેળાની રોનકને ચાર ચાંદ લગાવી દે છે. એક સપ્તાહ સુધી ભારતના પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓનો આ મેળ, આ માધવપુર મેળો, એક ભારત-શ્રેષ્ઠ ભારતનું બહુ સુંદર ઉદાહરણ બની રહ્યો છે.કૃષ્ણ અને રુકમણી ના વિવાહ પ્રસંગની યાદમાં અહી લગ્ન અંગેની ગણેશ સ્થાપના, મંડપ વિધિ, વરઘોડો, સ્વયંવર વિધિ વગેરે પ્રસંગો અહીં વિધિવત રીતે ઉજવાય છે. પ્રથમ દિવસે ગણેશનીની સ્થાપના કરી લગ્નપત્રિકઓા મોકલવમાં આવે છે. પછી કૃષ્ણની ભવ્ય જાન પણ જોડાય છે.કૃષ્ણની જાન વખતે લોકભક્તિ અને કીર્તન કરે છે તથા રાસ રમે છે.
ઉલ્લેખનીય છે કે આ વખતે માધવપુર ના મેળા માં રાષ્ટ્રપતિ,રાજ્ય ના મુખ્યમંત્રી,રાજ્યપાલ ઉપરાંત વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહે તેવી પૂરી શક્યતાઓ છે.