કુતિયાણા પંથકમાંથી બાઇક ચોરીને જઈ રહેલ જૂનાગઢના સાહિલ અકબર શેખને પોલીસે ઝડપી લીધો છે
માંડવા ગામની સીમમાંથી એક મોટરસાઈકલ ચોરાયાની ફરિયાદ નોંધાઈ હતી. જે અનુસંધાને કુતિયાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર વી.પી. પરમાર તથા પોલીસ સબ ઇન્સપેકટર કે.એન. ઠાકરીયા તથા પોલીસ સ્ટાફના માણસો સાથે કુતિયાણા પોલીસ સ્ટેશનના બાઇક ચોરીના ગુન્હાના કામે ચોર મુદામાલની તપાસમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે ચોરીમાં ગયેલ મુદામાલ મોટરસાઇકલ લઈ એક ઇસમ કુતિયાણા હામદપરા પાટીયા રોડ પરથી પસાર થનાર હોય જેથી બાતમીવાળી જગ્યાએ વોચ તપાસમાં રહેતા ચોરીમાં ગયેલ મોટરસાયકલ સાથે એક ઇસમ નીકળતા તેને રોકાવીને પૂછપરછ કરતા ઉપરોકત ગુન્હાના કામે ચોરીમાં ગયેલ મોટર સાયકલ હોય અને મજકુર આરોપી જૂનાગઢના વખારીયા ડેલો, ઢાલ રોડ, સાબરી મસ્જીદની બાજુમાં રહેતો ૧૮ વર્ષ ૪ મહિનાનો સાહિલ અકબરભાઈ શેખ એ ઉપરોકત મોટરસાયકલ ચોરી કરેલાની કબુલાત આપતા જે મોટરસાયકલની કિં.રૂા. ૧૫,૦૦૦ ગણી તપાસ અર્થે કબ્જે કરી અનડિટેકટ મોટરસાયકલની ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરેલ છે.