પોરબંદર
પોરબંદર ના વાડી પ્લોટ શેરી નં 1 માં પાલિકા ના સફાઈ કર્મચારીઓ દ્વારા કચરા નો નિકાલ કરવાના બદલે સળગાવવામાં આવતો હોવાથી સ્થાનિકો માં રોષ જોવા મળે છે.
પોરબંદર ના વાડિપ્લોટ શેરી નંબર 1 મા વાડીલાલ આઈસ્ક્રીમ સામે પાલિકા ના કર્મચારીઓ દ્વારા આ વિસ્તાર માંથી એકત્ર કરાયેલ કચરો સળગાવવામાં આવે છે.જેથી સ્થાનિકો માં રોષ જોવા મળે છે શહેર માં અનેક વિસ્તારો માં રીતે સફાઈ કામદારો દ્વારા જ કચરો સળગાવવામાં આવતો હોવાથી પ્રદુષણ માં વધારો થાય છે.સ્થાનિકો એ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ આપેલ આદેશ મુજબ જાહેર માં કચરો સળગાવવો એ ગુનો બને છે.પરંતુ તેનું પાલન પાલિકા તંત્ર દ્વારા જ કરવામાં આવતું નથી.કચરો ઢગલો જાહેરમાં સળગાવવાથી લોકોના સ્વાસ્થ્યને નુકશાન થાય છે.ખાસ કરી ને અસ્થમાં સહિત શ્વસનતંત્રને લગતી બીમારીઓથી ત્રસ્ત લોકો માટે ઝેરી ધુમાડો જીવલેણ પુરવાર થઇ શકે છે.જેથી કચરા નો ડમ્પિંગ યાર્ડ ખાતે નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.અને આ કચરા નો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તેની સામે આવક પણ પાલિકા ને થઇ શકે છે.
કચરો એકત્ર થયા બાદ તેને ડમપિંગ યાર્ડ ખાતે નિકાલ કરવાનો હોય છે પરંતુ કમલાબાગ સામે આવેલ વાડીલાલ આઈસ્ક્રીમ નજીક ના સ્થળ સહિત અનેક વિસ્તારોમાં ખુદ સફાઈ કર્મીઓ કચરો એકત્ર કરી અન્ય સ્થળે નિકાલ કરવાને બદલે જાહેર સ્થળ પર જ સળગાવી દે છે.જેને કારણે ધુમાડો ઉઠે છે અને લોકોના સ્વાસ્થ્યને નુકશાન કરી રહ્યો છે. અહીંના સફાઈ કર્મીએ જણાવ્યું હતું કે વાડિપ્લોટમાં કચરો લેવા માટે વાહન આવતું નથી.અને ગંદકી ફેલાઈ છે.જેથી કચરો બાળી નાખવો પડે છે.આથી અહીં કચરો ઉપાડવા માટેના વાહનની વ્યવસ્થા કરવામાં આવે અને જાહેરમાં કચરો સળગાવનાર સામે કાર્યવાહી કરવામા આવે.શહેર ના ઘણા વિસ્તારોમાં આ પ્રકારે પ્રદુષણ ફેલાવાઇ રહ્યું છે. થોડી આળશ, થોડી લાલચના કારણે આજુબાજુમાં રહેતા લોકો માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયું છે.ઇન્દોર સહીત દેશ ના અનેક શહેરો માં શહેર માં એકત્ર થયેલ કચરા માંથી પણ સ્થાનિક તંત્ર ને કરોડો ની આવક થાય છે.સ્થાનિક રહીશોની માંગણી છેકે પાલિકા તંત્રએ આદેશ જાહેર કરીને તેના તમામ સફાઇ કર્માચારીઓને સુચના આપી દેવી જોઇએ કે તેઓએ જાહેરમાં કચરો સળગાવવો નહીં,ડસ્ટબીનમાં કચરો સળગાવવો નહીં.આવા કર્મીઓ પર અંકુશ રાખવા માટે પગલા લેવા જોઇએ.
જુઓ આ વિડીયો.