પોરબંદર માં સરકારી ગોડાઉનના મેનેજર ઉપરાંત ડોર સ્ટેપ ડીલેવરી ના કોન્ટ્રાક્ટર સહિતના આરોપીઓ એ ૨૦૧૯ થી ૨૦૨૩ સુધીમાં ૧, ૧૮,૧૫, ૭૧૯ રૂપિયાના અનાજ ની ઉચાપત કરી હોવાની ગત માર્ચ માં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે એલસીબી એ અનાજ ની ખરીદીમાં સંડોવાયેલ શખ્શ ને ઝડપી લીધો છે.
પોરબંદર ના તત્કાલીન પુરવઠા અધિકારી હેતલબેન પી જોશીએ ગત ૧૨-૩-૨૪ ના રોજ બગવદર પોલીસ સ્ટેશન માં ફરીયાદ નોંધાવી જણાવ્યું હતું. કે અગાઉ રાણાવાવ ગામે આવેલા સરકારી ગોડાઉનમાં સરકારી અનાજના જથ્થા ના ઉચાપત ની ગેરરીતી બહાર આવી ત્યારે જીલ્લાના ત્રણેય ગોડાઉનનું તા.૧-૪-૨૦૧૯ થી તા.૩૧-૩-૨૦૨૩ સુધીનું સ્પેશીયલ ઓડીટ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દેગામ ગામના ગોડાઉન ખાતે વધઘટ જોવા મળી હતી. જેમાં ઘઉ,ચોખા,ખાંડ,ચણા અને સિંગતેલ મળી કુલ.૧.૧૮ કરોડ ના જથ્થા ની ઘટ જોવા મળી હતી.
આ જથ્થો લાભાર્થીઓને પહોચતો કરવાને બદલે અંગત આર્થિક લાભ મેળવવાના આશયથી સગેવગે કરીને સરકારને રૂ.૧,૧૮,૧૫, ૭૧૯ રૂપિયાનું નુકશાન કર્યાનું સામે આવ્યું છે હતું અને સ્પેશીયલ ઓડીટ દરમિયાન ગોડાઉનના રજીસ્ટર તપાસવામાં આવતા તેમાં ગેરરીતી કરવાના આશયથી રેકર્ડ સાથે ચેકચાક અને ચેડા થયાનું બહાર આવ્યું હતું.જેમાં ગોડાઉનના ઇન્ચાર્જ મેનેજર નિરવ જે પંડ્યા એ હિસાબોમાં ગોટાળા કર્યા હોવાની માહિતી બહાર આવતા વહીવટીતંત્રએ વધુ તપાસ હાથ ધરી હતી.જેમાં આ કૌભાંડમાં ડી.એસ.ડી. કોન્ટ્રાક્ટર પણ સામેલ હોવાનું જણાયું હતું,કારણકે ગોડાઉન ખાતેથી સસ્તા અનાજની દુકાન સુધી અનાજનો જથ્થો પહોચાડવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હતી.
પરંતુ તેણે નિરવ પંડ્યા સાથે મળીને ધઉ,ચોખા,ખાંડ,ચણા અને સિંગતેલનો જથ્થો સગેવગે કરી નાખ્યો હોવાથી બન્ને સામે ફરિયાદ નોંધાઈ હતી ત્યાર બાદ આ અનાજ ની ખરીદી અંગે ભાટિયા ગામે જલારામ મંદિર પાસે રહેતા પારસ કિશોરભાઈ સચદેવ નું નામ ખુલ્યું હતું આથી તે નાસતો ફરતો હતો ગઈકાલે એલસીબી ટીમે પારસ ને મિયાણી ચેકપોસ્ટ ખાતે થી ઝડપી લીધો હતો અને વધુ પુછપરછ હાધ ધરી છે