Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના લોકમેળા માં ભાગીદારી માં થયેલ કમાણીના ચેક રિટર્નના કેસમાં ભાગીદારને છ મહિનાની સજા:આરોપી ના રાજકીય આગેવાનો સાથે ફોટા વાઈરલ

પોરબંદરમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને છ મહિનાની સજા ફટકારવામાં આવી છે.

પોરબંદર ના કાંતીલાલ બાબુલાલ બુધેચા દ્વારા ગત વર્ષના મેળામાં આનંદકુ અરવિંદભાઈ નાંઢા સાથે ભાગીદારીમાં હાથીવાળુ ગ્રાઉન્ડ ” ફુડઝોન ” કરવા માટે ભાડે રાખેલુ હતું. અને તે સંબંધે ૭૦% ની રકમ ફરીયાદીએ ૩૦% રકમ આરોપીએ રાખવાની તેવુ નકકી થયેલુ હતું. અને સમગ્ર મેળા દરમ્યાન કેસ કાઉન્ટર તહોમતદારના પિતા અરવિંદભાઈ સંભાળતા હતા. અને તમામ રકમ તહોમતદાર પોતાના ઘરે લઈ જતા હતા. અને સંબંધેનો તમામ હિસાબ કિતાબ રાખવામાં આવતો હતો.

મેળો પુરો થઈ ગયા બાદ હીસાબ કીતાબ કરતા અને ખર્ચની રકમ ચુકવાઈ જતા રૂ.૫,૭૮,૦૪૭ અંકે રૂપિયા પાંચલાખ ઈઠોતેરહજાર સુડતાલીસ પુરા ફરીયાદીએ લેવાના થતા હતા. અને તે સંબંધેનો ચેક આરોપીએ પોતાના હસ્તાક્ષરમાં પોતાની સહી કરી ફરીયાદીને આપેલો હતો. અને તે ચેક પાછો ફરતા ફરીયાદીએ તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે પોરબંદરની કોર્ટમાં ફરીયાદ કરતા અને તે કેસમાં રેકર્ડ ઉપરનો પુરાવો તથા સાક્ષીઓની જુબાની ધ્યાને લઈ પોરબંદરના સેકન્ડ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ. ફ.ક. ચાવડા દ્વારા આરોપી આનંદકુ અરવિંદભાઈ નાંઢાને છ માસની કેદની સજા અને ૯% લેખે ચેકની રકમ ઉપરાંત વ્યાજની રકમ ચુકવવાનો હુકમ કરેલ છે.

અને તે રીતે ગયા વર્ષના મેળામાં કરેલા ભાગીદારીના ધંધાનો હીસાબ કિતાબ આ વર્ષના મેળા દરમ્યાન કોર્ટે ચુકાદો આપીને કરતા અને તે રીતે મેળાની કમાણી મેળામાં સમાણી તેવી રમુજ થયેલ છે. અને તે રીતે આ કામમાં કોર્ટ દ્વારા સજા કરતા ભાગીદારીમાં ધંધો કરી અને પછી હિસાબનો ચેક આપી હિસાબ ન ચુકવતા લોકો સામે આ ચુકાદો ચેતવણી સ્વરૂપ છે. આ કામમાં મુળ ફરીયાદીવતી પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી, અનિલ ડી. સુરાણી તથા જયેશ બારોટ રોકાયેલા હતા.

ચેક રીટર્ન ના આરોપી આનંદ નાંઢા ના મુખ્યમંત્રી થી લઇ ને ધારાસભ્ય ,પૂર્વ ધારાસભ્ય,કેબીનેટ મંત્રી સહિતના આગેવાનો સાથે ના ફોટા સોશ્યલ મીડિયા માં વાઈરલ થયા હતા જેના પગલે અનેક ચર્ચાઓ જાગી હતી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે