Tuesday, October 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

શીલ ગામે અમાસ નિમિતે ચીભળીયો લોકમેળો યોજાયો:જાણો પરંપરાગત મેળા નો ઈતિહાસ અને તેની વિશેષતાઓ

પોરબંદર – સોમનાથ દરિયાઈ પટ્ટી ઉપર શીલ ગામે વર્ષોથી યોજાતો પરંપરાગત એક દિવસીય ચીભળીયો લોક મેળો અમાસને સોમવારે દરિયા કિનારે શીલ ગ્રામ પંચાયત નેજા હેઠળ ઉત્સાહ ભેર યોજાયો હતો. જેમાં આજુ બાજુ ના ગામડા માંથી મોટી સંખ્યા માં લોકો ઉમટ્યા હતા.

માંગરોળ તાલુકા ના શીલ ગામે ભાદરવી અમાસ ને તા 2-9-24 સોમવારે શીલ થી ત્રણ કિલોમીટર દૂર આવેલ અરબી સમુદ્ર, અને નેત્રંવતી નદીના સંગમ સ્થળે દરિયા કિનારે શ્રી સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી મંદિરના વિશાળ મેદાનમાં સ્વયંભુ રંગા રંગ ભાતીગળ લોક મેળો યોજાયો હતો. આ પંથકમાં તત્કાલીન સમયમાં ચીભડાં નુ ઉત્પાદન ખુબ થતું હતું આ થી આ લોકમેળામાં ચીભડાં નો વેપાર ખુબ થતો, આ આ પંથક માં “ ચીભળીયો લોક મેળા “ તરીકે પ્રખ્યાત છે આ ચીભળીયો લોક મેળા સાથે શ્રી ભગવાન સ્વામિનારાયણ નીલકંઠવર્ણી નો એક પ્રસંગ જોડાયેલો છે.

ભગવાન સ્વામિનારાયણ નીલકંઠવર્ણી બાળ વયે ગુરુ ની શોધમાં અયોધ્યા ના છપૈયા થી દરિયાકિનારે શીલ ગામ નજીકના લોએજ ગામે પધાર્યા હતા ત્યારે ભાદરવી અમાસ હતી. તે દિવસે આ શીલ ગામના ચીભળીયાલોક મેળામાં નીલકંઠવર્ણી સ્વામિનારાયણ ભગવાન પધાર્યા હતા. ત્યારે શીલ ગામના ઘેડીયા કોળી જ્ઞાતિના દેવા ભગત ની વાડી માં ચીભડાં જોઈ ને ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યોં હતો. અને દેવા ભગત ને ભગવાન નીલકંઠવરણી એ કહ્યં કે., “ મને પ્રસાદી માટે થોડા ચીભડાં આપો “. ત્યારે દેવા ભગતે પરીક્ષા કરવા કહ્યું કે આ ચોફાર ( કપડાનો મોટો ટુકડો ) માં ભરાય એટલા ચીભડાં ઉપાડી ને લઇ જાવો ત્યારે ભગવાન નાની બાળ વયે નીલકંઠ વર્ણી ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે “ તમારે જેટલાં ચીભડાં ભરવા હોઈ એટલા આ ચોફાર માં ભરી આપો. દેવા ભગતે એક ગાડું ચીભડાં આ ચોફારમા ભરી દીધા હવે તમે જાતે ઉપાડી ને લઇ જાઓતો ખરા! ત્યારે નીલકંઠવરણી ભગવાન સ્વામિનારાયણ એ ચીભડાં નો મોટો ગાંસડો માથે ઉપાડો શીલ ગામથી ત્રણ કિલોમીટર લોએજ ગામે લઇ ગયા આ ચીભડાં ના ભારા ના પ્રસંગનુ ચિત્ર સ્વરૂપે ગાંધીનગર ના અક્ષર ધામ અને લોએજ ના ભગવાન નીલકંઠવરણી ના પ્રદર્શન રૂમ માં મુકવામાં આવેલ છે.

શીલ ગામે થી દેવા ભગત ની વાડીમાંથી લોએજ ગામે ભગવાન ચીભડાં લઈ ગયા હાલમાં પણ ભગવાન નીલકંઠ વર્ણી એ સ્નાન કર્યું એ દેવા ભગતની વાડીમાં આવેલ વાવ “ “કામળિયા વાવ “ તરીકે પ્રખ્યાત છે. આ પ્રસંગ ચીભડીયા લોક મેળા સાથે જોડાયેલો છે તેની સ્મૃતિ માં તાત્કાલિ સમયના લોએજ ના કોઠારી સ્વામી અને હાલ પોરબંદર ના શાસ્ત્રી સ્વામી પૂજ્ય શ્રી હરીપ્રકાશ દાસજી એ શ્રી નીલકંઠ વર્ણી ભગવાન ના, મંદિર નુ નિર્માણ કરેલ છે શીલ ગામના સેવા કર્મી યુવા સરપંચ જયેશભાઈ ચુડાસમા ના નેતૃત્વ માં માનવંતા મહાનુભાવો ની ઉપસ્થિતિ માં આ શિલના મંદિર ખાતે લોએજ મંદિર ના સ્વામી નારાયણ મંદિર ના કોઠારી શાસ્ત્રી પૂજ્ય શ્રી મુક્ત સ્વરૂપ દાસજી સહીત ના સંતો ના આશીર્વાદ સાથે આ ચીભળીયા લોક મેળા નો શુભારંભ થયો હતો . પુરાણ પ્રસિદ્ધ નીલકંઠવરણી ભગવાન સ્વામિનારાયણ ની સ્મૃતિ તાજી કરાવતો પ્રતિ વર્ષ ભાદરવી અમાસે યોજાતો પરંપરાગત સ્વયંભુ લોકમેળો સમગ્ર આ પંથકમાં આગવું અને અનેરું આકર્ષણ ધરાવે છે આ ભાતીગળ ચીભળીયા લોક મેળામાં ગ્રામ્ય અને શહેરી સંસ્કૃતિનો સમન્વય ની અનેરી ઝલક જોવા મળે છે આ પવિત્ર દિવસે લોકો સમુદ્ર માં સ્નાન કરી રક્ષા બંધન ના દિવસે બહેને બાંધેલી રાખડી ( રક્ષા ) ને ઋષિકુમારો ના હસ્તે વેદોક મંત્રોચ્ચર ની વિધિ સાથે દરિયા દેવને અર્પણ કરે છે આ પરમ્પરા વર્ષો થી ચાલી આવે છે.

આ ચીભળીયા લોકમેળાનું આ પંથકમાં અદકેરું મૂલ્ય રહ્યું છે આ લોકમેળામાં અવનવા ખાણી – પીણાં ના સ્ટોલ અવનવા રમકડાં, ગૃહ સુશોભન ની સામગ્રી અવનવી ચીજ વસ્તુ ઓની ખરીદી કરે છે ખાસ કરીને સમુદ્રમાં સ્નાન કરીને ભગવાન ની પ્રસાદી તરીકે ચીભડાં ખરીદવાની પરંપરા આજે પણ જળવાઈ રહી છે આહીર, રબારી, કોળી કણબી સહીત ની કોમોમાં આ લોક મેળા નુ વિશિષ્ટ સ્થાન રહ્યું છે અગાઉના સમયમાં અશ્વ હરીફાઈ, બળદ ગાડા, ની હરિફાઈ યોજાતી હતી જે પ્રથા લુપ્ત થઈ છે સમયના બદલાવ સાથે આ લોકમેળામાં હવે પરિવર્તન આવી ગયું છે.અગાવનાં સમયમાં યુવાનો કેડિયું, ચોરણી માથે ફેન્ટો પગમાં મોજડી અને પાવો વગાડતાં મહાલતા હોય છે તો યુવતીઓ કાજલ ઘેરી આંખો નાકમાં નથડી અને લાલ પીળી ચુંદડી સાથે મેળો માંણતી હતી અને સુખડી, ગાંઠિયા થેપલા, પુરી વાનવા, લોકો ભાથા રૂપે સાથે લાવતા હતા ભૂતકાળ માં આ મેળા માં જુગાર ની પાટો પણ નખાતી એ વખતે પાટલા મૂકી જુગાર રમાતો એ જમાનામાં પાઘડી ટોપી પહેરવાનો રિવાજ હતો એટલે આવા જુગાર રમનારા ઓ પોતાની ટોપી માં માથા નીચે રૂપિયા રાખતા હોવાનું કહેવાય છે મેળો એજ છે પણ મેળાની લોક ભુસાતી જાય છે , આ મેળામાં ગામઠી સંસ્કૃતિ ના દર્શન કરાવતો મેળો છે જે હવે શહેરી મેળો બની ગયો છે સમયના બદલાવ સાથે આ મેળામાં પહેરવેશ બદલાયા છે વિચારો બદલાયા છે આચારો બદલાયા છે.

ભૂતકાળમાં મેળાનું બંધારણ સ્વયં રહેતું મેળે મેળે યોજાય તે મેળો લોકો પોતાની મસ્તી મોજ સાથે મેળાની મોજ માણતા અને આનંદ કરતા ખેતરો માં કાળી મજૂરી કરી હોઈ જેઠ મહિના ની વાવણી કરી હોઇ. અષાઢ બરાબર વરસ્યો હોય, શ્રાવણ ની સરવાણી માં ભીજાયા હોય અને એ પછી કંઈક નિરાંત ફુરસદ, કંઈક આનંદ મેળવવાનો જાણવાનો, માણવાનો મહાલવાનો જો પ્રસંગ હોય તો આ મેળા માં મળે છે પહેલા મેરેજ બ્યુરો ન હતા કોર્ટ કચેરીના આટલા ચલણ ન હતા સંદેશા વ્યવહાર ના સાધનો ન હતા ત્યારે આ લોક મેળામાં સગપણ, વેવિશાળ તથા આખા વર્ષ ના મહત્વના સામાજિક બનાવો ની વાતો આ મેળા માં થતી “ જો આ મેળા નુ અસલીપણુ ન આપી શકીયે તો કઈ નહિ પણ આ મેળા નુ શહેરી કરણ ઘટાડવામાં આવે અને આપણી સંસ્કૃતિની પરમ્પરા ને જ આ મેળાનું મહાત્મ્યા જળવાસે, નહીંતર આપણી મહામૂલી અમર સંસ્કૃતિ થી આપણી ભાવિ પેઢી અજાણ રહેશે.

“ પરાપૂર્વ થી યોજાતા આ સ્વયં ભુ લોક મેળા માં શીલ ગ્રામ પંચાયત દ્વારા આરોગ્ય ની ટિમ સાથે સુંદર સુવિધા તેમજ મેળા માં માંગરોળ મરીન ના પી. આઈ અમિતભાઈ જાદવ, શીલ ના પી એસ આઈ ચુડાસમા અને મરીન પોલિસ સ્ટેશન, હોમગાર્ડ જી. આર. ડી. સ્ટાફ અને ગ્રામ પંચાયત ના સભ્યો તેમજ ગામના સ્વયં સેવકો દ્વારા સુંદર પોલીસ બંદોબસ્ત જાળવવા માં આવ્યો હતો શીલ સાથે સમુદ્રમાં લોકો પવિત્ર સ્નાન કરી ને લોકમેલા ના શીલ મુકામે આવેલ આ પંથક ના લોકો ના આસ્થાનું પ્રતીક ” ગંગા કુંડ “ ના દર્શન કરે છે એક લોક વાયકા છે કે, આ ગંગા કુંડ માં જયારે શ્રી કૃષ્ણ માધવપુર થી ભગવાન ભાલકા તીર્થ -નિજ ધામ પ્રભાસ પાટણ ત્રિવેણી સંગમ ખાતે પ્રસ્થાન કર્યું ત્યારે શીલ ગામે આ ગંગા કુંડ માં ગંગા પ્રગટ થઇ હતી તેમાં શ્રી કૃષ્ણ એ સ્નાન કર્યું હતું આથી આ લોક મેળા માં ગંગા કુંડ ના દર્શન કરી મેળા નુ સમાપન થાય છે. તેમ પોરબંદર ની ડો. વી. આર. ગોઢાણીયા બી. એડ. કોલેજ ના ડાયરેક્ટર અને જાણીતા કેળવણીકાર ડો. ઈશ્વરલાલ ભરડા એ જણાવ્યું હતું.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે