Wednesday, October 30, 2024

|| तुम रक्षक काहू को डरना ||

રાણાવાવ ના ઠોયાણા ગામે સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપી ને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા

રાણાવાવ ના ઠોયાણા ગામે સગીરા ઉપર વારંવાર બળાત્કાર ગુજારી સગર્ભા બનાવી દેતા તેણે બાળકીને જન્મ આપ્યો હતો. જે મામલે પોક્સો કોર્ટે આરોપી ને ૨૦ વર્ષની સજા ફટકારી છે.

રાણાવાવ પંથક ની સગીરા તા.૯-૨-૨૦૨૨થી દોઢેક વર્ષ અગાઉ ફઇના પુત્ર ના લગ્ન હોવાથી સગીરા ના પરિવારજનો લગ્નપ્રસંગે હાજરી આપવા ગયા હતા. અને સગીરા એકલી હતી ત્યારે ઠોયાણા ગામના ભરત પાંચા મોરીએ સગીરાની એકલતા અને ભોળપણનો લાભ લઇને ગાયો બાંધી હતી. તે ખાડામાં લઇ ગયો હતો અને ત્યાં શરીરના અંગો ઉપર અડપલા કર્યા હતા. આથી સગીરાએ તેનો વિરોધ કરતા ભરતે ‘હવે તો તારી સગાઈ થઇ ગઇ છે, હવે આવું કરવામાં કોઇ વાંધો નથી કહીને સગીરાએ ના પાડવા છતાં તેના મોઢે મુંગો દઇને બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો.

અને આ બાબતે કોઇને વાત કરીશ તો તારી સગાઈ તૂટી જશે’ કહીને સગીરાની મરજી વિરૂધ્ધ વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો. અને તેના કારણે સગીરાને ગર્ભ પણ રહી ગયો હતો. ત્યાર બાદ સગીરા ગર્ભવતી છે તેવું જાણવા છતાં આરોપીએ વારંવાર તેની સાથે શરીરસંબંધ બાંધીને ગુન્હો કર્યો હતો. તેથી પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ રાણાવાવ પોલીસ મથકમાં ભરત વિરૂધ્ધ પોકસો સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાયો હતો.

આ કેસમાં પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ જેઠવાએ ૪૮ દસ્તાવેજી પુરાવા અને ૧૧ સાહેદોને તપાસ્યા હતા તથા ધારદાર દલીલ કરી હતી. રજૂ કરવામાં આવેલ મૌખિક અને દસ્તાવેજી પુરાવા તેમજ બંને પક્ષોની દલીલ સાંભળીને સ્પેશ્યલ પોકસો કોર્ટે ભરતને ૨૦ વર્ષની સખત કેદની સજા અને ૩૦ હજાર રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. તેમજ કાયદા મુજબ ભોગ બનનારને મળવાપાત્ર થતુ વળતર ચૂકવી આપવા પણ હુકમ કર્યો છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે