શ્રી પોરબંદર લોહાણા મહાજન દ્વારા દર માસે ૩૦૦ ગરીબ પરિવારોને વિના મુલ્યે ૧૦ કીલોગ્રામ અનાજ વિતરણ કરવામાં આવી રહેલ છે. તદુપરાંત દર વર્ષે તહેવારોમાં આર્થીક રીતે નબળા લોહાણા સમાજના પરિવારો પણ સૌની સાથે તહેવારો ઉજવી શકે તે હેતુથી જીવન-જરૂર વસ્તુઓની કીટ નું વિતરણ કરવામાં આવે છે.
આગામી જન્માષ્ટમી ના તહેવાર અનુસંધાને ચાલુ વર્ષે તા. ૧૮-૦૮-૨૦૨૪ રવીવાર ના રોજ સવારે ૯-૩૦ વાગ્યે આ ૧૦૦૦ કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે જે માત્ર જ્ઞાતિજનો ને વિતરણ કરવામાં આવશે અને તેના અગાઉથી સર્વે થયા મુજબ કુપન બનાવી જે તે લાભાર્થીને આપવામાં આવેલ છે અને તે કુપનધારક ને આ કીટ આપવામાં આવશે, આ કીટમાં ૫ કિ.ગ્રા. ઘઉં, ૧ કિ.ગ્રા. ચોખા, ૧ કિ.ગ્રા. વેસણ, ૧ કિ.ગ્રા. ખાંડ, ૧ કિ.ગ્રા. ગોળ, ૧ લીટર તેલ, નમક-પેકેટ, મેંદા-પેકેટ તથા રવો પેકેટ નો સમાવેશ થાય છે.
આ સેવાયજ્ઞ માં શ્રી પોરબંદર લોહાણા મહાજનના તમામ સક્રીય ટ્રષ્ટીઓ ના પ્રયાસ ના કારણે ઉદાર હાથે જ્ઞાતિજનો દ્વારા સહયોગ મળે છે જેમાં મુખ્ય સહયોગ મનુભાઈ શાંતિલાલ મોદી તથા સાગરભાઈ મોદી પરીવાર નો રહેલ છે તદુપરાંત તાજાવાલા પરિવાર તથા અન્ય જ્ઞાતિજનો દ્વારા સહયોગ પ્રાપ્ત થયેલ છે અને જેના કારણે દરેક કીટ માત્ર રૂા.૧૦-૦૦ ના ટોકન દરથી આપી શકાય છે જે ઓરીજનલ પોતાના જ રેશનકાર્ડ અને તેમને આપવામાં આવેલ કુપન સાથે લઈને ગોકાણી વંડી, એસ.વી.પી. રોડ ખાતે થી મેળવી લેવા મહાજન પ્રમુખ સંજયભાઈ કારીયા એ યાદી પાઠવેલ છે. આ સાથે વિશેષ નિવેદન કરવામાં આવેલ છે કે આ કીટ મેળવવા માટે ૧૫ વર્ષ થી નીચેના બાળકોને ન મોકલવા, તેઓને આવી કીટ આપવામાં નહીં જ આવે.