પોરબંદર પોલીસે સોની બજાર માં કામ કરતા બંગાળી કારીગરોના ડેટા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી જેમાં કુલ ૧૯ કારીગરો કામ કરતા હોવાનું ખૂલ્યુ છે.
તાજેતરમાં રાજકોટ ખાતે બંગાળી કારીગર સોની વેપારી ના સોનાના દાગીના લઇ નાસી ગયો હતો. તે અનુસંધાને પોરબંદર ખાતે જીલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા એ સોની વેપારીઓ સાથે કામ કરતા બંગાળી કારીગરોને ચેક કરવા અંગેની સુચના એસઓજી ના ઇન્ચાર્જ પી આઈ આર પી ચુડાસમાને આપવામાં આવી હતી. જે અનુસંધાને એસઓજી દ્વારા ચાંદીના દાગીના બનાવવાનું કામ કરતા બંગાળી કારીગરોને ચેક કરવા અંગેની અલગ અલગ ટીમો બનાવી અને બંકારીગરોને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું.
અને તેઓની અદ્યતન યાદી પણ બનાવવામાં આવી હતી. અને રાજકોટ ખાતે બનેલ બનાવ ભવિષ્યમાં પોરબંદર ખાતે બને નહી તે માટે સોની વેપારીઓની રૂબરૂ મુલાકાત કરી ખાસ તકેદારી રાખવા અને આંધળો વિશ્વાસ ન કરવા સુચનાઓ આપવામાં આવી હતી. ચેકિંગ દરમ્યાન ૧૯ કારીગરો કામ કરતા હોવાનુ સામે આવ્યુ છે. જેમાં અમુક જન્મથી જ પોરબંદરમાં રહેતા હોવાનું તો અનેક કારીગર પાંચ દાયકાથી અહીં રહેતા હોવાનું ખૂલ્યુ છે.