સ્વતંત્રતા પર્વ પ્રસંગે પોરબંદર એસટી ડેપો મેનેજર નું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરાયું હતું.
સમગ્ર દેશ ભારે ઉત્સાહ પુર્વક સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી કરી રહ્યો છે ત્યારે પોરબંદર એસ.ટી. વિભાગ માં તા.09-08-2024 થી તા.15-08-2024 સુધી ના “હર ઘર તિરંગા મહોત્સવ” ની ઉજવણી કરી પોરબંદર બસ સ્ટેશન ખાતે ધ્વજ વંદન નો કાર્યક્રમ યોજાયો હતો. એસ.ટી. વિભાગના રાજ્ય કક્ષાના ધ્વજ વંદન કાર્યક્રમ માં પોરબંદર ડેપોના સમગ્ર કર્મચારીઓ ને વર્ષ દરમ્યાન સર્વોચ્ચ ડીઝલ માઇલેજ મેળવવા બદલ તેમજ એક પણ ફેટલ અકસ્માત ના થવા બદલ રૂ. ૨૫૦૦૦ નું ઇનામ તથા પ્રશંસા પત્ર ગુજરાત એસ.ટી.ના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક (એમ.ડી.) અનુપમ આનંદ ના વરદ હસ્તે ડેપો મેનેજર પી.બી. મકવાણાને એનાયત કરાયો હતો.
તેમજ જુનાગઢ ખાતે યોજાયેલા વિભાગીય કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ માં પોરબંદર ડેપોના કંડકટર અલ્પાબેન પીઠીયા તથા દિલાવર સિંહ લાખાણી એ દાખવેલ પ્રામાણિકતા બદલ વિભાગીય નિયામક રાવલ સાહેબ દ્વારા સન્માનિત કરી પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવેલ.
આમ પોરબંદર એસ. ટી. ડેપોના કર્મચારીઓએ નિષ્ઠા પુર્વક બજાવેલી ફરજો ના કારણે એકી સાથે ચાર સન્માન પત્રો મેળવી સમગ્ર ગુજરાત માં પોરબંદર ડેપો અને અને જુનાગઢ વિભાગને ગૌરવ વંતુ સ્થાન અપાવવા બદલ વિભાગીય નિયામક રાવલ, યાંત્રિક ઇજનેર સોલંકી, પરિવહન અઘિકારી ખાંભલા, સુરક્ષા નિરિક્ષક શામળા, ડેપો મેનેજર પી.બી. મકવાણા, ટી. આઇ કડછા, એ.ટી. આઇ ઓડેદરા તથા એચ.એમ. રૂધાણી એ ડેપોના સર્વે કર્મચારીઓ પ્રત્યે ગૌરવની લાગણી વ્યક્ત કરી અભીનંદન પાઠવેલા છે.