પોરબંદરવાસીઓના રાજ્ય અને કેન્દ્રકક્ષાના પ્રશ્નો અને તેના નિરાકરણ માટે સાંસદ અને ધારાસભ્ય ની ઉપસ્થિતિ માં રવિવારે ગોષ્ઠિ સંવાદ યોજવામાં આવશે.
પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન પદુભાઇ રાયચુરા અને પ્રમુખ જતીનભાઇ હાથીએ જણાવ્યુ છે કે આપણા પોરબંદર જિલ્લામાંથી બહોળી બહુમતિથી ચુંટાયેલા લોકસભા મેમ્બર અને કેન્દ્ર સરકારમાં કેબીનેટ મંત્રી મનસુખભાઇ માંડવીયા તથા વર્ષોથી લોકોના હૃદય સિંહાસને બેસેલા અને બહુમતિથી ચૂંટાયેલા ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા તેમજ પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા અને ભાજપ જિલ્લા પ્રમુખ રમેશભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ પંકજભાઇ મજીઠીયા, માનદ સેક્રેટરી અશોકભાઇ મોઢા તેમજ વિશિષ્ટ હોદેદારો સાથે આપણા શહેર અને જિલ્લા વિકાસ માટેની રૂપરેખા તૈયાર કરવી અને રાજ્યકક્ષાના તથા કેન્દ્રકક્ષાના પ્રશ્ર્નો તથા તેના ઉકેલ અંગે એક ગોષ્ઠિ -સંવાદનું પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તા. 18-8-2024 રવિવારે બપોરે 2:30 વાગ્યે રાજપુત સમાજ, વાડીપ્લોટ શાક માર્કેટ પાછળ પોરબંદર મુકામે રાખેલું છે.
જેમાં નિમંત્રીતોએ હાજરી આપવા અપીલ છે અને માત્ર રાજ્યકક્ષાના અને કેન્દ્ર સરકારને લગતા પ્રશ્ર્નોની વિગત વોટસએપથી મો. 95869 20182 ઉપર તા. 17-8-2024 સાંજે પાંચ વાગ્યા સુધીમાં મોકલી આપવા વિનંતિ છે. આ પ્રોગ્રામ માત્ર નિમંત્રિતો માટે યોજેલ છે જેની નોંધ લેવા પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન પદુભાઇ રાયચુરા અને પ્રમુખ જતીનભાઇ હાથીએ જણાવ્યુ છે.