Tuesday, October 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં સાયબર ફ્રોડ ના ૩ બનાવ માં કુલ ૬.૪૧ લાખ ની રકમ પોલીસે પરત અપાવી

પોરબંદર જીલ્લા માં સાયબર ફ્રોડ ના ૩ બનાવ માં સાયબર ક્રાઈમ પોલીસે રૂ ૬.૪૧ લાખ ની રકમ પરત અપાવી છે.

પોરબંદર જીલ્લામાં સાયબર ફ્રોડના અલગ-અલગ બનાવોમાં સાયબર ક્રાઈમ પોલીસ મથક દ્વારા ત્રણ અરજદારોને કુલ રૂ.૬.૪૧,૦૦૦ પરત અપાવવામાં આવ્યા હતા જેમાં એક નાગરીકે એકાઉન્ટમાં રીવર્ડ મળ્યાની લાલચમાં પોતાના ખાતાના ઈન્ટરનેટ બેંકીંગના પાસવર્ડ અજાણી લિંક પર આપી દેતા રૂ.૪,૧૦,૦૦૦ નો ફ્રોડ થયો હતો જેમાંથી રૂ.૩,૪૦,૦૦૦ રકમ પરત અપાવવામાં આવી હતી અન્ય બનાવમાં એક નાગરિકે ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ માં રૂ.૨,૭૮,૦૦૦ગુમાવ્યા હતા જે સંપૂર્ણ રકમ અરજદારને પરત અપાવવામાં આવી હતી જયારે એક અરજદારે ઓનલાઈન ટાસ્ક ફ્રોડમાં રૂ.૫૩,૦૦૦ ગુમાવ્યા હતા જે પૈકી રૂ.૨૩,૦૦૦ પરત અપાવવામાં આવ્યા હતા અને ત્રણેય બનાવ માં આરોપી ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે
સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા અપીલ કરવામાં આવી છે કે ક્યારેય કોઇને કોઇ પણ ઓ.ટી.પી. શેર કરવા જોઇએ નહિં, તેમજ અજાણી લીંક પર પોતાના એકાઉન્ટ સંબંધિત કોઇ પણ માહિતી આપવી ન જોઇએ. ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ,ઓનલાઈન ટાસ્ક હંમેશા ખરાઈ કરીને જ કરવુ જોઇએ તેમજ અજાણ્યા વોટ્સએપ નંબર પરથી કે ટેલિગ્રામ ચેનલ મારફતે ઈન્વેસ્ટમેન્ટ ટાળવું જોઈએ તેવી પણ અપીલ કરી હતી.

એસપી ભગીરથસિંહ જાડેજા ની સુચના તથા એ એસ પી સાહિત્યા ના માર્ગદર્શન હેઠળ આ કામગીરી સાયબર ક્રાઈમ પોલીસ મથક ના ઇન્ચાર્જ પી.આઈ. વી. પી. પરમાર,પીએસઆઈ એસ કે જાડેજા,કોન્સ્ટેબલ કૃણાલસિંહ પ્રવીણસિંહ,જયેશભાઈ મારું વગેરે દ્વારા કરવામાં આવી હતી.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે