Tuesday, October 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર શહેર અને જીલ્લામાં થી એક દિવસ માં ૨૨ લાખ ની વીજચોરી ઝડપાઈ

પોરબંદર જીલ્લા માં પીજીવીસીએલ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં ૭૬ સ્થળોએ વીજચોરી સામે આવતા ૨૨.૦૭ લાખ રૂપિયા નો દંડ ફટકારવામાં આવ્યો છે.

પોરબંદર પીજીવીસીએલ સર્કલની ટીમ દ્વારા વીજચોરો સામે મેગાડ્રાઇવ નું આયોજન કરાયું હતું. જેમાં ૩૫ ટીમોએ ચેકિંગ હાથ ધરતા પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારો કડીયાપ્લોટ, મીલપરા, ઝુંડાળા, પરેશનગર, નરસંગ ટેકરી, ધનલક્ષ્મી સોસાયટી, સીતારામનગર, જ્યુબેલી, બોખીરા, શ્રીજીધામ, ખાખચોક, કોરીવાડ, રાવલીયાપ્લોટ, વીરડીપ્લોટ, નવો કુંભારવાડો, નગીનદાસ મોદી પ્લોટ, વાઘેશ્વરી, એમ.જી. રોડ, વાણીજ્ય વિસ્તાર, છાયાચોકી, લક્ષ્મીનગર, પંચવટી, કમલાબાગ, જડેશ્વર મંદિર, કાવેરી હોટેલ, જલારામ કોલોની, વાડીપ્લોટ, ભોજેશ્વર પ્લોટ વિસ્તારમાં વીજચેકીંગ કરાયું હતું.

ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર ના કુછડી, રીણાવાડા, મિયાણી, ભાવપરા, ટુકડા મીયાણી, સખપુર, પાલખડા, બરડીયા, રાતડી, કટેલા, શ્રીનગર, ચીકાસા, ગરેજ, નવીબંદર, રાતિયા, રાતિયાનેશ, ઉંટડા વગેરેમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કુલ ૮૨૧ વીજ જોડાણ ચેક કરતા ૭૬ માં વીજચોરી સામે આવી હતી. જેથી ૨૨.૦૭ લાખ રૂપિયા નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ગેરરીતિમાં ડાયરેકટ લંગર વાયરથી મીટર બાયપાસ, ટેરીફ ચેન્જ, લોડ વધારો, વગર મીટરે વીજ વપરાશ જોવા મળ્યા હતા. ચેકિંગ માં પીજીવીસીએલની ૩૫ ટીમ તથા એસ.આર.પી.ની ૧૭ ટીમ જોડાઈ હતી. ચેકિંગ ના પગલે વીજચોરો માં ફફડાટ જોવા મળે છે આ ચેકિંગ આગામી સમય માં પણ ચાલુ રહેશે તેવું વીજ અધિકારીઓ એ જણાવ્યું છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે