Thursday, September 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર શહેરમાં સખી મંડળના ૧૦૫ ગ્રુપના ૧૦૫૦ બહેનોને રૂ.૧.૨૦ લાખ થી ૫ લાખ સુધીની લોન અપાઈ

પોરબંદર શહેરમાં ૧૦૫ સખી મંડળના ૧૦૫૦ બહેનોને અત્યાર સુધીમાં ૧.૨૦ લાખથી ૫ લાખ સુધીની લોન મળતા મહિલાઓ પગભર બની છે.

પોરબંદર નગરપાલિકા કચેરીમાં સમાજ સંગઠન એનયુએલએમ શાખામાં નોંધાયેલ ૩૮૬ મંડળ માંથી ૨૮૫ સખી મંડળો કાર્યરત છે. સખી મંડળમાં જોડાઈ બહેનો આર્થિક રીતે પગભર બની પોતાના પરિવારનો આધાર બને છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મહિલા ઉત્કર્ષ ની અનેક યોજનાઓ અમલમાં છે. આર્થિક વિકાસમાં મહિલાઓની ભાગીદારીને પ્રાધાન્ય આપીને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લા પ્રશાસન દ્વારા વિવિધ યોજનાઓની મહિલાઓને જાણકારી આપીને બહેનો આર્થિક રીતે પગભર બને તે માટે સફળતાપૂર્વક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. નારી વંદન ઉત્સવ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. પોરબંદર જિલ્લા કક્ષાએ સાત દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારની કલ્યાણકારી વિવિધ યોજનાઓના માધ્યમથી બહેનો પગભર બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

પોરબંદર શહેરમાં સ્વ સહાય જૂથની બહેનો પગભર બને તે માટે વિવિધ યોજનાઓના માધ્યમથી લાભ અપાઇ છે. પોરબંદરમાં નગરપાલિકા કચેરી ખાતે સમાજ સંગઠન યુએનએલએમ શાખામાં ફરજ બજાવતા પ્રોજેક્ટ મેનેજર આરતીબેન ત્રિવેદીના જણાવ્યા મુજબ શહેરમાં ૩૮૬ સખી મંડળો પાલિકા કચેરીમાં નોંધાયેલ છે. જેમાંથી ૨૮૫ સખીમંડળો કાર્યરત છે. કાર્યરત જૂથોને ગ્રેડિંગબાદ ૧૦ હજારનું રોવોલવીંગ ફંડ આપવામાં આવે છે. સ્વ સહાય સખી મંડળ જૂથને તેમના ધંધા રોજગાર વ્યવસાયો કરવા માટે બેંકની સહાય લોન પણ આપે છે. ૧૦૫ જેટલા સખી મંડળોને ૧.૨૦ લાખ થી લઈને ૫ લાખ રૂપિયા સુધીની લોન અત્યાર સુધીમાં આપવામાં આવી છે. જેમાં ૧૦૫૦ જેટલા બહેનો લોનનો લાભ લઇ આર્થિક રીતે પગભર બન્યા છે.

સખી મંડળના બહેનોને સાત ટકા વ્યાજના દરે લોન મળતી હોવાથી તેઓને તેમના વ્યવસાયોમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. અને બહેનોને વિવિધ પ્રકારના ગૃહ ઉદ્યોગની તાલીમો આપવામાં આવે છે. મંડળમાં જોડાયેલ બહેનોને ગૃહઉદ્યોગના માધ્યમથી રોજગારી મળતા આર્થિક રીતે લાભ થતો હોવાથી ઘર ચલાવવામાં રાહત થાય છે. અને છેલ્લા ત્રણ વર્ષથી પોરબંદર નગરપાલિકા દ્વારા પણ ફૂડ ટેન્ડરથી બહેનોને રોજગારી પૂરી પાડવામાં આવે છે. ઉપરાંત લોકમેળા ઓમાં બહેનોને સ્ટોલ આપી તેઓ તેમના વ્યવસાયમાં વધુ લાભ લઇ શકે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે