Wednesday, October 30, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર પોસ્ટ વિભાગ દ્વારા ચેક પરત ની નોટીસો સમયસર ન મોકલતા વકીલ દ્વારા કાનૂની કાર્યવાહી

પોરબંદર માં ચેક પાછા ફર્યાના કેસમાં રજીસ્ટર એ.ડી.થી નોટીસ મોકલવી ફરજીયાત હોય છે ત્યારે સમયસર નોટીસ ન મળતા વકીલે જાતે ફરીયાદી બની પોસ્ટ વિભાગ ને નોટીસ પાઠવી છે.

પોસ્ટ વિભાગ દ્વારા હાલ ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહેલ છે. અને સમગ્ર પોરબંદરમાં કોઈ ટપાલો નિયમીત પહોંચતી નથી. એટલુ જ નહી ખાસ કરીને પોસ્ટ વિભાગ દ્વારા જ ઉંચી કિંમત લઈને રજીસ્ટ્રર એ.ડી.ની સુવિધા આપવામાં આવતી હોય કે જેમાં ટપાલ લખનારને સામાવાળાને ટપાલ મળેલ છે કે કેમ ? તે સંબંધેની તેની સહી વાળી એ.ડી. પહોંચ આપવાની હોય છે. પરંતુ પોરબંદરમાં પોસ્ટ વિભાગ દ્રારા કોઈને પણ આવી એ.ડી. પહોંચો પહોંચાડવામાં આવતી નથી. અને તેમાં ગંભીર બેદરકારી રાખવામાં આવે છે. એટલુ જ નહી આ સંબંધે પોસ્ટ વિભાગમાં લેખીત કે, મૌખીક જાણ કરવામાં આવે તો ટ્રેકીંગ રીપોર્ટ કાઢી લેવો !” તેવો જવાબ આપી અને સ્ટાફ ખૂબ જ ઓછો છે. અને વિસ્તાર ખૂબ જ વધી ગયેલ છે તેથી આવી એ.ડી.ની પહોંચો પહોંચાડી શકાતી નથી. આવો ઉડાવ જવાબ આપી દે છે.

પરંતુ જયારે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ એટલે કે, ચેક પાછો ફર્યાના કિસ્સામાં કાયામાં જ રજીસ્ટ્રર એ.ડી.થી નોટીસ કરવી ફરજીયાત હોય અને આવી નોટીસ મળ્યા પછી ૧૫ (પંદર) દિવસનો ટાઈમ આપવો ફરજીયાત હોય અને ત્યારબાદ ૩૦ (ત્રીસ) દિવસમાં ફરીયાદ કરવી ફરજીયાત હોય તેથી જ દિવસોની ગણતરી કરવા માટે નોટીસ બજી ગયાની એ.ડી. પહોંચનું ખુબ જ મહત્વ રહે છે. અને તેથી જ આવા કિસ્સામાં પોસ્ટ વિભાગ દ્વારા ટપાલની ડીલીવરી કરી તેની પહોંચ પરત મોકલવી જરૂરી બની જાય છે.

એટલુ જ નહી તાજેતરમાં જ એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્વારા ચેક પાછા ફર્યાની કુલ અંઘજે રૂપિયા આઠ લાખ પચાસ હજાર પુરાના ચેકોની અલગ અલગ નોટીસો કરેલી હોય અને આવી રજી. નોટીસો કોઈમ્બતુરના વેપારીને તા.૩૧/૦૫/૨૦૨૪ નાં રોજ મોકલેલી હોય અને તેનો તા. ૨૫/૦૭/ ૨૦૨૪ સુધી કોઈ જવાબ ન આવતા કે, ટ્રેકીગ રીપોર્ટ પણ ન નીકળતો હોય પોરબંદરની પોસ્ટ ઓફિસમાં રજીસ્ટ્રર એ.ડી. કર્યાની પહોંચો સાથે લેખીતમાં ફરીયાદ કરવા છતાં પોસ્ટ વિભાગ દ્વારા ગંભીર બેદરકારી રાખી કોઈ યોગ્ય જવાબ ન આપતા કે, તે સંબંધે કોઈ કાર્યવાહી ન કરતા પોરબંદરના જાણીતા એડવોકેટ તથા ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી ભરતભાઈ લાખાણી દ્વારા જાતે ફરીયાદી બની પોસ્ટ ખાતાની બેદરકારી ઉજાગર કરવા માટે નોટીસ કરેલ છે.

અને જો દિવસ-૨ માં ૯ (નવ) રજી. નોટીસ સંબંધે પોસ્ટ વિભાગ દ્વારા યોગ્ય જવાબ આપવામાં નહીં આવે તો પોસ્ટ વિભાગ સામે ચેકોની કુલ રકમ રૂા.૮,૫૦,૦૦૦ અંકે રૂપિયા આઠ લાખ પચાસ હજાર પુરા વસુલ મેળવવા પોરબંદરની કોર્ટમાં દિવાની દાવો કરવાની તથા ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે ફરીયાદ કરવાની નોટીસમાં ચીમકી આપેલ છે. અને તે રીતે હવે જો પોસ્ટ વિભાગ નહીં સુધરે તો તેની સામે તમામ જાગૃત નાગરીકોએ કાનુની કાર્યવાહી કરવા એડવોકેટ ભરતભાઈ લાખાણી એ તમામને અપીલ કરે છે. અને તે રીતે સરકારી તંત્ર અને પોસ્ટ ખાતાના કર્મચારીઓ પોતાની ફરજ બજાવવામાં બેદરકારી દાખવતા હોય અને તે સંબંધે અવાર નવાર ફરીયાદો ઉઠતી હોય તેથી જ એડવોકેટ દ્વારા જાતે ફરીયાદી બની નોટીસ કરેલ છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે