રાણાવાવ માં ૪ માસ પૂર્વે થયેલ ૩ મકાન માં ચોરી ના વધુ એક આરોપી ને એલસીબી એ બખરલા નજીક થી ઝડપી લીધો છે.
રાણાવાવ ની શ્રી રામ નગર સોસાયટી ખાતે ૩ મકાનો માં ૪ માસ પૂર્વે ૧,૧૫,૦૦૦ ની રોકડ ૧૪૦૦૦ ના ચાંદીના દાગીના ૧૫૦૦ નો એક મોબાઈલ અને ૧૦૦૦ ની કાંડા ઘડિયાળ સહિત ૧,૩૧,૫૦૦ મુદ્દામાલ ની ચોરી થઇ હતી. જે મામલે બે માસ અગાઉ એલ.સી.બી. ના ઇનચાર્જ પી આઈ આર કે કાંબરીયા તથા સ્ટાફે મૂળ એમપી અને હાલ બખરલા સીમ માં ખેતમજુરી કરતા રેમલા ગુમાન તેરસીંગ ભુરીયા ને રાણાવાવ ટી પોઈન્ટ પાસે થી ઝડપી લીધો હતો. અને તેની પાસે થી ચોરી નો મુદામાલ કબજે કર્યો હતો.
અને તેની આકરી પુછપરછ દરમ્યાન ચોરી માં અન્ય ૩ એમપી ના ખેતમજૂર કમલેશ અંગરૂ જીલ્યા ભુરીયા ,કૈલાશ ઉર્ફે કાલુ લીમસીંગ અમલીયાર અને સુરેશ ઉર્ફે સુરકીયો રાયસીંગ ડામોર પણ સંડોવાયેલા હોવાની કબુલાત આપી હતી. આથી એલસીબી ટીમ અન્ય ત્રણેય શખ્સો ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. જે દરમ્યાન સુરેશ ઉર્ફે સુરકીયો (ઉવ ૨૫ રહે. માલપુરરીયા ગામ, તા. સરધારપુર, જિ. ધાર મધ્યપ્રદેશ)નામનો શખ્શ મજૂરીકામ શોધવા માટે બખરલા ગામે આવ્યો હોવાની માહિતી મળતા એલસીબી ટીમ તુરંત દોડી ગઈ હતી. અને સુરેશ ને ઝડપી લીધો હતો. હાલ તે ચોટીલા લીમડી હાઇવે બળદેવ હોટલ પાછળ વાડીએ રહેતો હોવાનું જણાવ્યું હતું પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે.