સોઢાણાથી ભોમીયાવદર જતા રસ્તે રવિવારે સવારે પરપ્રાંતીય શ્રમિક ને અજાણ્યા વાહનચાલકે હડફેટે લઇ મોત નીપજાવ્યું હતું જે મામલે પોલીસે કાર ચાલક ની ધરપકડ કરી છે.
પોરબંદરના સોઢાણા થી ભોમિયાવદર તરફ જતા રસ્તે સ્મશાન નજીક શનિવારે રાત્રે મૂળ મધ્યપ્રદેશ અને હાલ ભોમીયાવદર ગામે રહી અને ખેતમજુરી કરતા સુલતાન પીન્ટુ ચૌહાણ(ઉવ ૨૦) પગપાળા પસાર થઇ રહ્યો હતો. ત્યારે અજાણ્યા વાહને તેને હડફેટે લઇ મોત નીપજાવ્યું હતું. વહેલી સવારે તેનો મૃતદેહ રસ્તા વચ્ચે પડ્યો હોવાથી સ્થાનિકો એ આ અંગે પોલીસ ને જાણ કરી હતી. આથી પોલીસે મૃતક ના પરિવારજનો ની શોધખોળ હાથ ધરી હતી.
અને મૃતક ના પિતા પીન્ટુ ને ફરીયાદી બનાવી અજાણ્યા વાહન ચાલક સામે તેના પુત્ર ને હડફેટે લઇ મોત નીપજાવવા અંગે ગુન્હો નોંધ્યો હતો. ત્યાર બાદ પોલીસે તપાસ હાથ ધરતા સી.સી.ટી.વી. કેમેરા તથા ખાનગી બાતમીદારોથી બાતમી મેળવી શંકાસ્પદ કારના નંબર મેળવ્યા હતા. ત્યાર બાદ કારચાલકનું નામ સરનામું મેળવતા અકસ્માત કરનાર ભોમીયાવદરના હમીર દેવાભાઈ ઓડેદરા (ઉ.વ.૫૫) હોવાનું સામે આવતા તેની ધરપકડ કરી યુક્તિ પ્રયુક્તિથી ઉંડાણપુર્વક પુછપરછ કરતા તેણે ગુન્હા ની કબુલાત આપી હતી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.