પોરબંદર
પોરબંદર જીલ્લા માં ૧૨ થી ૧૪ વર્ષ ના બાળકો ને કોરોના વેક્સીન આપવાના ૨૩,૩૦૦ બાળકોના ટાર્ગેટ સામે અત્યાર સુધી ૧૦૫૦૦ થી વધુ બાળકો એ રસી લીધી છે
પોરબંદર જીલ્લા માં ગત તા. 16 માર્ચથી 12 થી 14 વર્ષની વય ધરાવતા બાળકોને કોરોના રસી આપવાની કામગીરી શરુ કરાઈ છે જિલ્લામાં 12 થી 14 વર્ષની વય ધરાવતા 23,૩૦૦ બાળકો છે.જેમાંથી અત્યાર સુધી માં 10.500 બાળકો એ વેક્સીન લઇ લીધી છે.આમ ૪૦ ટકા કામગીરી પૂર્ણ થઇ છે.જીલ્લા માં દરરોજ ૯૦ થી વધુ સ્થળો એ બાળકો ના રસીકરણ માટે આયોજન કરવામાં આવે છે.વધુ બાળકોને સ્કુલ ખાતે તેમજ રસીકરણ કેન્દ્રો ખાતે જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા કોરોના પ્રતિરોધક રસી મુકવામાં આવી છે.આરોગ્યની ટીમ દ્વારા પોરબંદર શહેર ઉપરાંત રાણાવાવ અને કુતિયાણા તથા બરડા નેશ વિસ્તાર, ઘેડ વિસ્તાર સહિતના શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં રસીકરણ અભિયાન ચાલુ છે.તંત્ર એ પણ આ રસીથી કોઈ આડ અસર થતી ન હોવાનું જણાવી બાકી રહેતા બાળકો ને રસી અપાવવા વાલીઓ ને અનુરોધ કર્યો છે.