પોરબંદરની ચોપાટી પાસેથી કોસ્ટગાર્ડ હેડ ક્વાર્ટર અને પોલીસ હેડ ક્વાર્ટર ઉપર ડ્રોન ઉડાડતા પરપ્રાંતીય શખ્સ ને પોલીસે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદરના કમલાબાગ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એન.ટી. ભટ્ટ દ્વારા નોંધાવાયેલ પોલીસ ફરીયાદ મુજબ ગઈ કાલે બપોર ના સમયે તેઓ તથા ટીમ પેટ્રોલિંગ દરમ્યાન ચોપાટી નજીક પહોંચ્યા એ સમયે સરકારી વિલા પાસે એક શખ્શ હાથમાં રિમોટ લઈને ડ્રોન વિમાન ઉડાડતો હતો. અને એ ડ્રોન રેડ ઝોન માં આવતા કોસ્ટગાર્ડ હેડ ક્વાર્ટર નંબર વન તથા યલો ઝોન માં આવતા પોલીસ હેડ ક્વાર્ટર માં ઉડાડતો હતો. આથી તેને રોકીને ડ્રોન ઉડાડવા બાબતે મંજુરી બતાવવાનું કહેતા તેની પાસે કોઈ પરમિશન ન હોવાનું જણાવ્યું હતુ, આથી તેની પુછપરછ કરતા તે તમિલનાડુના સેલ્વાગણેશ કપલરાજ સેલવા રત્ના સ્વામી(ઉવ ૨૫)હોવાનું જણાવ્યું હતું અને ડ્રોન ઉડાડવા અંગે કોઈ વ્યાજબી કારણ જણાવી ન શકતા પોલીસે તેની ધરપકડ કરીને વધુ પુછપરછ હાથ ધરી છે.