પોરબંદર ના બે મહિલા આર્ટીસ્ટ ના ચિત્રો અમદાવાદ ખાતે આયોજિત લલિતકલા અકાદમી ના ચિત્ર પ્રદર્શન માં પસંદગી પામ્યા છે જેના પગલે બન્ને કલાકારો પર અભિનંદન વર્ષા થઇ રહી છે.
પોરબંદર ના ઇનોવેટીવ ગ્રુપ ઓફ આર્ટીસ્ટ ના બે મહિલા આર્ટીસ્ટ ના ચિત્રો અમદાવાદ ખાતે આયોજિત ગુજરાત લલિત કલા અકાદમીના 64માં ચિત્ર પ્રદર્શન માટે પસંદગી પામ્યા છે જેમાં ધારા જોષી એ વિસામો શીર્ષક હેઠળ ઇન્ક (બ્લેક એન્ડ વ્હાઇટ) વડે સ્ટ્રિપલીંગ પદ્ધતિ થી ૧૨ x ૧૫ ઇંચ નું ચિત્ર બનાવ્યું છે જયારે ક્રિશ્ના ટોડરમલે સ્કલ્પચર ઓફ વિષ્ણુ શીર્ષક હેઠળ ઇન્ક પેન (બ્લેક એન્ડ વ્હાઇટ)વડે સ્ક્રિબલ આર્ટ પદ્ધતિ થી ૧૬ x ૨૦ ઇંચ નું ચિત્ર બનાવ્યું છે.
બન્ને કલાકારો ના ચિત્રો પ્રદર્શનમાં અમદાવાદ ખાતે પસંદ પામતા ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ બલરાજ પાડલીયા,સેક્રેટરી શૈલેષ પરમાર,આર્ટિસ્ટ કમલ ગોસ્વામી , કરશનભાઈ ઓડેદરા,દિનેશ પોરીયા, સમીર ઓડેદરા તથા દિપક વિઠલાણી અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ પ્રદર્શન આગામી તા. ૪-૭ના રોજ અમદાવાદ ખાતે યોજાનાર છે.ઉલ્લેખનીય છે. કે ઇનોવેટીવ ગ્રુપ ઓફ આર્ટીસ્ટ દ્વારા શહેર માં કળા અને કલાકારો ને પ્રોત્સાહન આપવા અનેકવિધ કાર્યક્રમ નું આયોજન પણ કરવામાં આવે છે. અને કલાકારો ને કલાક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. જેના પગલે અનેક કલાકારો શહેર નું ગૌરવ વધારી રહ્યા છે.