પોરબંદરમાં ૧૧૫ બહુમાળી ઈમારતો માં ફાયર એન.ઓ.સી. ન હોવાથી અગાઉ અનેક નોટીસ આપવામાં આવી હતી. તેમ છતાં અનેક ઈમારતો માં આ અંગે કાર્યવાહી ન થતા પાલિકા દ્વારા નળ કનેક્શન કાપવાની કામગીરી શરુ કરાઈ છે. જેમાં ૨ દિવસ માં ૨૦ બહુમાળી ઈમારતો ના નળ કનેક્શન કટ કરવામાં આવ્યા છે.
પોરબંદર પાલિકા ની ફાયર ટીમ દ્વારા સર્વે હાથ ધરી ફાયર એન ઓ સી ન હોય તેવી ૧૧૫ બહુમાળી ઈમારતો ને ફાયર એન ઓ સી મેળવી લેવા નોટીસ અપાઈ હતી. તેમાંથી ૧૨ થી ૧૫ મિલ્કત ધારકો એ ફાયર એન.ઓ.સી. મેળવી લીધી હતી. એ સિવાય ની ઈમારતો માં ફાયર સેફટી અંગે અનેક નોટીસ આપવામાં આવી હતી. તેમ છતાં જરૂરી કામગીરી કરવામાં ન આવતા ફાયર બ્રિગેડ અને વોટર વર્કસ વિભાગ દ્વારા આવી ઈમારતો ના નળ કનેકશન કાપવાની કામગીરી શરુ કરાઈ છે. જેમાં પ્રથમ દિવસે તા ૧૯ ના રોજ ૧૨ બહુમાળી ઈમારતો ના નળ કનેકશન કાપવામાં આવ્યા હતા.
ફાયર ટીમે માહિતી આપતા જણાવ્યું હતું કે ૨૩ બહુમાળી ઇમારતો મિલેનીયમ એપાર્ટમેન્ટ, સમર્પણ રેસીડેન્સી, પ્રાર્થના રેસીડેન્સી, ચંદન ફલેટસ, સંસ્કૃતિ એપાર્ટમેન્ટ, શુભમ રેસીડેન્સી, દ્વારકેશ એપાર્ટમેન્ટ, બાલાજી હાઈટસ, લંડન હાઉસ, સ્વસ્તિક એપાર્ટમેન્ટ, કાદરી રેસીડન્સી, ચિસ્તીયા રેસીડેન્સી, દ્વારિકા એપાર્ટમેન્ટ, ઓમ ફલેટસ, જલારામ કોમ્પ્લેકસ, ઓર્કેડ હાઇટસ, વૃન્દાવન એપાર્ટમેન્ટ, અવસર એપાર્ટમેન્ટ, શ્રીજી કોમ્પલેક્સ, હરિકૃપા ટાવર, કુબેર વીન્ટેજ, રાજધાની હોટલ અને આર. ઇન હોટલ માં નળ કનેકશન કાપવાની કામગીરી કરવાની હતી. આથી ટીમ ગઈ હતી. જેમાંથી બાર ઈમારતોમાં નળ કનેકશન કાપી નાખવામાં આવ્યા છે. જયારે બાકીની ૧૧ ઈમારતો માં નળ કનેકશન જ ન હોવાનું સામે આવ્યું છે. આથી આ ઈમારતો માં બોર નું પાણી વપરાસ કરવામાં આવતું હોવાની શક્યતા છે.
ત્યાર બાદ બીજા દિવસે વધુ ૮ ઈમારતો ના નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા જેમાં ભગવતી એપાર્ટમેન્ટ -૨ અને ૩ ,ગોવર્ધન એપાર્ટમેન્ટ ,વૃંદાવન એપાર્ટમેન્ટ ,બાલકૃષ્ણ એવન્યુ,સિલ્વર કોઈન એપાર્ટમેન્ટ,ક્રિશ્ના રેસીડેન્સી,પર્લ સ્ટોન,દેવદર્શન એપાર્ટમેન્ટ ,વિવેકાનંદ એપાર્ટમેન્ટ,પારસ એપાર્ટમેન્ટ માં નળ કનેકશન કાપવાની કામગીરી કરવાની હતી. આથી ટીમ ગઈ હતી. જેમાંથી ૮ ઈમારતોમાં નળ કનેકશન કાપી નાખવામાં આવ્યા છે. જયારે બાકીની ૩ ઈમારતો માં નળ કનેકશન જ ન હોવાનું સામે આવ્યું છે. નળ કનેક્શન કટ કરવાની કામગીરી આગામી સમય માં પણ ચાલુ જ રહેશે તેવું પાલિકા ના સુત્રો એ જણાવ્યું હતું.