પોરબંદર માધવપુર હાઈવે પર અકસ્માત ના ૨ બનાવ માં વૃધ્ધા અને યુવાન નું મોત થયું છે જયારે ૭ લોકો ને ઈજા થતા સારવાર માં ખસેડવામાં આવ્યા છે.
પોરબંદર ના છાયા માં રહેતા ધીરૂભાઇ દેવરાજભાઈ પાણખાનિયા(ઉવ ૬૦)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ પાતા ગામ ખાતે તેઓના સુરાપુરા બાપાનો હવન હોવાથી પડોશમાં રહેતા ખીમાભાઈ રામભાઈ બાપોદરાની રીક્ષા બાંધી પત્ની અરૂણાબેન,નાનો પુત્ર સાગર,પુત્રવધુ ડીમ્પલબેન,મોટાભાઈ કરશનભાઈ તથા બે ભાભીઓ નયનાબેન તથા કંચનબેન અને ભત્રીજો વિપુલભાઈ વગેરે પાતા ગામે ગયા હતા. અને ત્યાં હવન કાર્ય પૂર્ણ કરી રીક્ષામાં પરત ફરી રહ્યા હતા. ત્યારે સાંજે ગોસા ગામ પાસે પહોંચ્યા ત્યારે રીક્ષા આડે કુતરૂ ઉતરતા રીક્ષા ચાલક ખીમાભાઈ એ અચાનક બ્રેક મારતા રીક્ષા પરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી રીક્ષા પલ્ટી ખાઇ જતા સ્થાનિકો મોટી સંખ્યા માં એકત્ર થયા હતા. અને ઈજાગ્રસ્તો ને સરકારી હોસ્પીટલે સારવાર માં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ભાભી કંચનબેનને મૃત જાહેર કર્યા હતા. જયારે અન્ય તમામ ને સારવાર અપાઈ હતી. આથી ખીમાભાઈ સામે પુરઝડપે રીક્ષા ચલાવી કંચનબેન નું મોત નીપજાવી અન્ય ને ઈજા કરવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય એક બનાવ માં રાતીયા નેસ ના રબારીકેડા માં રહેતા સામરાભાઈ માંડાભાઈ મોરી (ઉવ ૫૦)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેનો મોટો પુત્ર સરમણ (ઉવ ૧૯) બાઈક લઇ ને રાતીયા નેશથી આગળ રોડ ઉપર જય વડવાળા હોટલ પાસે થી પસાર થતો હતો. ત્યારે કાર નં જીજે ૧૦ બી આર ૩૨૮૦ ના ચાલકે માધવપુર તરફ થી પોતાની કાર પુરઝડપે ચલાવી અને સરમણ નું બાઈક હડફેટે લીધું હતું. જે અંગે તેઓને જાણ થતા તુરંત સ્થળ પર દોડી ગયા હતા. અને ત્યાં જઈ ને જોતા પુત્ર ગંભીર ઈજાગ્રસ્ત હાલત માં ત્યાં પડ્યો હતો. અને તેનું બાઈક પણ તૂટેલી હાલત માં રસ્તા પર પડ્યું હતું. આથી તેઓએ તુરંત સરમણ ને પોરબંદર ની સરકારી હોસ્પીટલે સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં ફરજ પર ના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો .કાર ચાલક અકસ્માત સર્જી કાર લઇ ને ત્યાંથી નાસી ગયો હતો. આથી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બે ભાઈ અને બે બહેન માં સરમણ સૌથી મોટો હોવાનું જાણવા મળે છે. બનાવ ના પગલે રાતીયા નેસ વિસ્તાર માં અરેરાટી વ્યાપી છે.