Friday, October 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

રાણાવાવ પંથકમાં સગીરને નગ્ન કરી જાતિય સતામણીનો વિડીયો કર્યો વાયરલ:રાણાકંડોરણા પંથકની વિદ્યાર્થીનીનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. બનાવી બીભત્સ મેસેજ મોકલ્યા

રાણાકંડોરણા પંથકની વિદ્યાર્થીનીનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. બનાવી ચેટ મારફતે બીભત્સ મેસેજ મોકલી સગીરાને સમાજમાં બદનામ કરવાના ઈરાદે પ્રતિષ્ઠાને હાનિ પહોચાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે. અન્ય એક બનાવ માં રાણાવાવ પંથકમાં સગીરને નગ્ન કરી જાતિય સતામણીનો વિડીયો વાયરલ કરતા આદિત્યાણાના ત્રણ અને રાજકોટના એક સહિત ચાર શખ્શો સામે પોકસો એકટ હેઠળ પોલીસ ફરીયાદ નોંધાઈ છે.

રાણાવાવ પંથક માં પણ હવે ક્રાઈમ રેટ વધતો જતો હોય તેમ વધુ ૨ બનાવ નોંધાયા છે. જેમાં રાણાકંડોરણા પંથકની પંદર વર્ષની વિદ્યાર્થીનીએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ચોક્કસ મોબાઈલ નંબર ધારક કોઈ અજાણી વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ માં તેનું ફેક આઈ.ડી બનાવી વિદ્યાર્થીનીના ફોટાનો તેની પરવાનગી વગર દુર ઉપયોગ કરી આ ફેક આઈ.ડી.માંથી અન્ય લોકોને ચેટ મારફતે બિભત્સ મેસેજ મોકલ્યા હતા. અને પોતાની ઓળખ છુપાવી સગીરાની ઓળખનો દુર ઉપયોગ કર્યો હતો. તથા તેની પ્રતિષ્ઠાને હાનિ પહોચાડી સમાજમાં બદનામ કરવાના ઈરાદે ફેક આઈ.ડી.બનાવી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય એક બનાવ માં રાણાવાવ પોલીસ મથકમાં ૩૫ વર્ષીય યુવાને નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તેના સાડા તેર વર્ષના પુત્ર ને અઠવાડિયા પહેલા ક્રિકેટ રમતી વખતે ઝઘડો થતા આદિત્યાણા ગામના સુજલ જેન્તીભાઈ મહીડા,તુષાલ ઉર્ફે બાઠીયો દિલીપ સાગઠીયા, ઐનેશ રવજી સાગઠીયા અને રાજકોટના જીજ્ઞેશ ઉર્ફે જે.ડી.અરવિંદ સાદિયાએ કિશોરને નગ્ન કર્યો હતો. અને તેનો વિડીયો ઉતારીને જાતિય સતામણી કરી હતી. અને ઢીકાપાટુંનો માર મારી ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી તેને નગ્ન કર્યાનો વિડીયો વાયરલ કર્યો હતો. પોલીસે પોક્સો એકટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે