Tuesday, September 17, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ની સરકારી હોસ્પિટલ માંથી મહિલા પોલીસકર્મી ના બહેન ને ભાભી ના મોબાઈલ ચોરાયા

પોરબંદરની સરકારી હોસ્પિટલના ઓર્થોપેડિક વોર્ડમાંથી મહિલા પોલીસકર્મી ના બહેન અને ભાભી ના મોબાઈલ ચોરાતા ફરીયાદ નોંધાઈ છે.

પોરબંદર ના જુના ફુવારા પોલીસ લાઈનના બ્લોક નં-૧ માં રહેતા મધુબેન રાણાભાઈ મોઢવાડિયા(ઉવ ૨૯)એ નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તેની નાની બહેન સોના પોલીસના નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. અને દાદીમાં રાંભીબેનને ઘણા સમય પહેલા પેરાલીસીસનો હુમલો તથા હાર્ટએટેક આવ્યા હોવાથી પથારીવશ છે. તા.૨૨/૫ ના રાંભીબેનની તબિયત લથડતા સરકારી હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાત્રે ૧૧:૩૦ વાગ્યે ૨૦ થી ૨૫ વર્ષની અજાણી સ્ત્રી રાંભીબેનના બેડની સામે ખાલી બેડ ઉપર મોબાઈલ ચાર્જમાં રાખીને આડી પડી હતી. તેથી મધુબેન અને તેના ભાભી ભાવિશાબેન વોર્ડનો દરવાજો અંદરથી બંધ કરીને સુઈ ગયા હતા.

અંદર અન્ય કોઇપણ બીજા દર્દી દાખલ ન હતા. મધુબેને પોતાનો ૭૬૨૮ રૂપિયાનો મોબાઈલ ઓશિકા નીચે રાખી દીધો હતો અને તેના ભાવીશા બેને પોતાનો ૪૦૦૦ રૂપિયાનો ફોન પર્સમાં રાખ્યો હતો અને તેઓ પણ સુઈ ગયા હતા.સવારે બન્ને ઉઠ્યા ત્યારે મોબાઈલ ગુમ થતા. વોર્ડમાં તપાસ કરવા છતાં મળી આવ્યા ન હતા. અને સામે રહેલી મહિલા પણ મળી આવી ન હતી. તેથી બન્ને મોબાઈલ તે મહિલા જ ચોરી ગઈ હોવાની આશંકા દર્શાવી ફરિયાદ નોંધાવતા પોલીસે સી.સી.ટી.વી.કેમેરાના આધારે તપાસ થઇ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સરકારી હોસ્પિટલ માં દર્દીઓ અને તેના પરિવારજનો ના મોબાઈલ ,પર્સ સહિતની વસ્તુઓ ચોરી થવાના બનાવ વારંવાર બને છે. ઉપરાંત રાત્રી ના સમયે નશાખોરો અને આવારા તત્વો પણ પડ્યા પાથર્યા રહે છે. ત્યારે હોસ્પિટલ ની સિક્યુરીટી સામે પણ વધુ એક વખત સવાલો ઉઠી રહ્યા છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે