પોરબંદર બાર એસોસિએશન દ્વારા લોકસભા ચૂંટણી પરિણામ નિહાળતા નિહાળતા એડવોકેટ મિત્રો કેરમ અને ચેસ ની મોજ માણી શકે તે માટે આયોજન કરાયું હતું.
પોરબંદર ડીસ્ટ્રીકટ બાર એસોસીએશન દ્વારા ચુંટણી પરીણામ ના દિવસે એટલે કે, તા.૦૪/૦૬/૨૦૨૪ નાંરોજ બધા એડવોકેટો સાથે બેસીને ચુંટણી પરીણામો જોઈ શકે તેથી જ તે દિવસે સવારથી જ એડવોકેટ મીત્રો માટે કેરમ અને ચેસ ટુર્નામેન્ટ નું આયોજન કરેલુ હતું. અને કેરમ ટુર્નામેન્ટમાં ૨૫ કરતા વધારે એડવોકેટ મિત્રોએ ભાગ લીધેલો હોય અને ચેસમાં ૧૫ કરતા વધારે એડવોકેટ મિત્રો રમેલા હોય અને તે રીતે સવારથી સાંજ સુધી તમામ એડવોકેટો ચુંટણી પરીણામ નિહાળતા નિહાળતા આ રમત ગમતનો લાભ લીધેલો હતો.
જેમાં કેરમ ટુર્નામેન્ટમાં સીંગલમાં કે.કે.મકવાણા ચેમ્પીયન થયેલા હતાં. જયારે હુશેન બુખારી રનર્સઅપ થયેલા હતાં. જયારે ડબલ કે૨મમાં નરેશ ઓડેદરા સાથે ચંદુભાઈ મારૂ તથા રનર્સઅપમાં રમેશ ચૌહાણ તથા જીતુ જોશી રનર્સઅપ થયેલા હતાં. જયારે ચેસ ટુર્નામેન્ટમાં દેવશી ઓડેદરા ચેમ્પીયન તથા શૈલેષ પરમાર રનર્સઅપ થયેલા હતાં. અને તે રીતે વકીલોએ ભાઈચારાથી ટુર્નામેન્ટમાં ભાગ લઈ આખો દિવસ મજા કરેલી હતી. અને સાથે સાથે પાણીપુરી ની મજા માણી પરીણામ નિહાળ્યું હતું. અને આ આયોજનને સફળ બનાવવા માટે ઉપપ્રમુખ રાજુભાઈ સરવાણી તથા સેક્રેટરી ચંદુભાઈ મારૂ તથા સીનીયર એડવોકેટ ભરતભાઈ લાખાણી, શાંતીબેન ઓડેદરા, દિપક સાદીયા, હુશેન બુખારી, નરેશ ઓડેદરા એ જહેમત લીધેલી હતી.