Friday, October 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના કાટેલા ગામે દરિયાકાંઠેથી દરિયાઈ રેતી ચોરીનું કારસ્તાન ઝડપાયું:તંત્ર દ્વારા ૩ ડમ્પર,૧ જેસીબી સહીત ૪૫ લાખ નો મુદામાલ ક્બ્જે

પોરબંદર માં વહીવટી તંત્રની ટીમે કાટેલા ગામે દરિયાકાંઠે થી દરિયાઈ રેતી ના ગેરકાયદે ખનનને ઝડપી લઇ ૪૫ લાખ નો મુદામાલ કબ્જે કર્યો છે.

પોરબંદરની દરીયાઇપટ્ટીમાં ખૂબ વિશાળ પ્રમાણમાં બિલ્ડીંગ લાઇમ સ્ટોન અને દરિયાઈ રેતી સહિતનું ખનીજ મળી આવે છે. દરિયાઈ કાંઠે આવેલ આ રેતીએ વાવાઝોડા-ખારાશ સામે રક્ષક દિવાલ તરીકે કામ કરી, ખારા પાણીને ફળદ્રપ જમીનમાં ઘુસતા અટકાવે છે. પરંતુ દરિયાઈ રેતીના ગેરકાયદેસર ખનનના પરિણામે દરિયાઈ જીવસૃષ્ટી, મેનગૃવ્સ, અને લેન્ડસ્કેપ વિગેરેને પારાવાર નુકસાન થાય છે. તથા જે ગામોમા દરિયાઈ રેતીનું ખનન થાય છે તે ગામોના તળમાં દરિયાઈ ખારાશ ઘુસી જતા તે ગામોના ખેડુતોને ખેતીમાં પણ પારાવાર નુકસાન થાય છે.

આથી આવી દરિયાઈ રેતીના ગેરકાયદેસર ખનન તથા હેરફેરને અટકાવવા કલેકટરની સુચના અને માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી તથા તેમની ટીમ તેમજ મામલતદાર પોરબંદર(ગ્રામ્ય)ની ટીમ દ્વારા સંયુક્ત રીતે તા.૨૦/૦૫ ના રોજ રાત્રીના સમયે કાંટેલા ના દરિયાકાંઠાના વિસ્તારમાં દરોડો પાડી ગેરકાયદેસર ચાલતા દરિયાઈ રેતીના ખનને પકડી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં કુલ-૩ ડમ્પર, ૧-જેસીબી મશીન સહિત કુલ મળીને અંદાજે ૪૦ થી ૪૫ લાખનો મુદામાલ જપ્ત કરી આગળની ધોરણસરની કાર્યવાહી માટે ખાણ ખનીજ ખાતાને સોપેલ છે. ઉપરાંત માપણીની પ્રક્રિયા પણ ચાલુ હોય પૂર્ણ થયા બાદ જે તથ્યો ખુલશે તે મુજબ આગળની કડક શિક્ષાત્મક તથા દંડનીય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત આવી ગેરકાયદે ખનનની પ્રવૃતિ પર અંકુશ લાવવા માટે આ પ્રકારની કાર્યવાહી આગળ ઉપર પણ કરવામાં આવનાર છે તેમ નાયબ કલેકટર પોરબંદરની યાદીમાં જણાવાયું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે