Friday, October 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં ચેક રીટર્ન કેસમાં આરોપી ને ૩ લાખ નો દંડ અને ૧ વર્ષ ની સજા

સમગ્ર ભારત દેશના દરેક શહેરમા બ્રાંચ ધરાવતી અને પોરબંદર શહેરમા કાર્યરત સૌથી મોટી નોન બેંકીગ ફાયનાન્સ કંપની શ્રીરામ ટ્રાંસપોર્ટ ફાયનાન્સ કંપની લીમીટેડ દ્વારા પોરબંદર પંથકમા ઘણા વ્યકતીઓને સેકન્ડ હેન્ડ ટ્રક ફાયનાન્સ કરેલ છે. મોટા ભાગના ટ્રક ડ્રાઈવરો શ્રીરામ ટ્રાંસપોર્ટ કંપની પાસેથી લોન મેળવી ટ્રક માલિકો બનેલ છે પરંતુ જુજ લોન ધારકો એવા હોય છે કે જે લોન ભરપાઈ કરતા નથી.

શ્રી રામ ટ્રાંસપોર્ટ ફાયનાન્સ લીમીટેડ કંપની પાસે થી લોન ધારક રમેશભાઈ માલદેભાઈ ગોઢાણીયા દ્વારા લોન લેવામા આવેલ હતી. તેમની બાકી નીકળતી લોન પેટેની રકમ ના ચુકવણા ના હેતુથી ચેક આપેલ હતો. જેની રકમ રૂપીયા ૨,૨૦,૦૦૦ નો ચેક આપવામા આવેલ હતો. જે ચેક શ્રી રામ ફાયનાન્સ કંપની લીમીટેડ દ્વારા વસુલાત માટે બેંકમા રજુ કરવામા આવેલ હતો પરંતુ આરોપી રમેશભાઈ માલદેભાઈ ગોઢાણીયા દ્વારા ચેક મુજબની રકમ બેંકમા રાખેલ નહી. જેથી ચેક વણચુકવ્યો વણવસુલાતે પરત ફરેલ. જેથી ફરીયાદી કંપની દ્રારા તેમના વકીલ ધર્મેશ એમ. રૂપારેલીયા દ્રારા નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ ૧૩૮ મુજબ માંગણાની નોટીસ આપેલ હતી. જેમ છતા આરોપીએ કોઈ રકમ આપેલ નહી.

જેથી ફરીયાદી કંપની તરફ થી હર્ષીલ રમેશભાઈ રાબડીયા દ્રારા ફરીયાદ દાખલ કરવામા આવેલ પરંતુ કેસ ચાલતા સમય લાગેલ અને તે દરમ્યાન હર્ષીલભાઈ ની બદલી થતા તેમના સ્થાને ફરીયાદી કંપનીના કલેકશન મેનેજર નિલેષભાઈ જાદવભાઈ જુંગી એ ફરીયાદ આગળ ચલાવવા અરજ કરેલ જેથી આરોપી તથા ફરીયાદીના વકીલોની લાંબા સમય સુધી દલીલો થયા બાદ ફરીયાદી કંપની તરફ થી નિલેષભાઈ જાદવભાઈ જુંગીને ફરીયાદ ની કાર્યવાહી આગળ ચલાવવા મંજુરી મળેલ હતી. ફરીયાદી કંપની તરફ થી કેસ ચલાવવામા આવેલ હતો. જેમાં નિલષભાઈ જાદવભાઈ જુંગી ની જુબાની બાદ જરૂરી સાક્ષીઓને તપાસેલ હતા તથા કેસ નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબનો હોય તથા આરોપીએ આપેલ ચેક, નીગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ છે.

તેમજ આવો ચેક પરત ફરવા થી ભારત દેશની આર્થીક સ્થીતીને નુકસાન કર્તા હોય હાલમા સમગ્ર દેશમા વેચાણ વહેવાર હપ્તા ખરીદ તેમજ લોન મારફતે થતા હોય અને તેવા સમયે લોન લેનાર ચેક આપ્યા બાદ પણ રકમ ભરપાઈ ન કરે તો ભારત દેશની ઈકોનોમીને નુકસાન થાય તેમ હોય જે અંગે કંપનીના વકીલ ઘર્મેશ રૂપારેલીયા મારફત ધારદાર દલીલ કરવામા આવેલ તથા પાવર ઓફ એટર્ની દ્વારા આવા પ્રકારના કેસ ચલાવી શકાય તેમજ કોઈ પણ સમયે પાવર ઓફ એટર્ની બદલાવી શકાય તે અંગે દલીલો સાથે હાલમા જ નામદાર સુપ્રીમ કોર્ટ તથા નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રસ્થાપીત થયેલ સીધ્ધાંતો સાથે દલીલો કરેલ તથા ફરીયાદીને વળતર પણ મળવુ જોઈએ તેમ પણ જણાવેલ. જે દલીલો તૈયાર કરવામા શ્રી રામ ટ્રાંસપોર્ટ કંપનીના લો ઓફીસર વકીલ વીશાલ સોલંકી તેમજ સાથે વકીલ વીપુલ એન. ભેસારા, હુસેન એ. શેખ, રાહુલ પી. મજીઠિયા, પ્રવીણભાઈ એમ. રાઠોડ તથા ઉર્વશીબેન કે. હીગળાજીયા એ જહેમત ઉઠાવેલ હતી.

ઉપરની હકીકતે તમામ દલીલો સાંભળી પોરબંદર ના જજ એચ.આર. ઠાકોર દ્વારા આરોપીને દોષીત જાહેર કરેલ હતો. અને તે સમયે ફરીયાદી કંપની વતી વકીલ ની દલીલો સાભળ્યા બાદ આરોપી ૨,૨૦૦૦૦/- ના ચેકની સામે રકમ રૂપીયા ૩,૦૦,૦૦૦/- દંડ કરેલ તથા આરોપીને એક વર્ષની સજા કરવામા આવેલ છે. અને ફરીયાદી કંપનીને ૨,૨૦,૦૦૦/- ના ચેકની સામે ૨,૭૫,૦૦૦/-અંકે રૂપીયા બે પંચોતેર હજાર પુરા ચેકવવા હુકમ કરેલ છે. ઉપરાંત અરોપી દંડ ચુકવવામા નિષ્ફળ જાય તો વધુ સજા કરવાનો પણ હુકમ કરેલ છે. આમ જે નાગરીકો લોન લીધા બાદ લોન ની રકમ ભરવાનો ઈન્કાર કરતા હોય તેમને ભારત સરકારે બનાવેલ ફાયનાન્સ કંપનીઓ માટેના ખાસ હેતુ સાથેના કાયદા નુ ભાન કરાવેલ છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે