બેંકો દ્રારા મિલ્કત ગીરો રાખીને લોન આપેલી હોય અને ત્યારબાદ લોન લેનાર બેંકની રકમ ભરપાઈ ન કરે ત્યારે બેંક દ્રારા સીકયુરાઈઝેશન એકટ નીચે કાર્યવાહી કરી છાપામાં જાહેર નોટીસ આપી મિલ્કતની અપસેટ પ્રાઈઝ નકકી કરી હરરાજીથી વેચાણ કરતી હોય છે. પરંતુ સામાન્ય માણસ આવી મિલ્કતો લેવા માટે અચકાતા હોય છે. કારણ કે, મુળ માલીક દ્રારા કોઈ દાવા દુવી કરીને મિલ્કત વિવાદમાં નાંખી દે તો ખરીદનાર પાર્ટી કારણ વગર કોર્ટના લીટીગેશનોમાં ફસાતી હોવાના કારણે સામાન્ય લોકો આવી પ્રોપર્ટી લેવામાં અચકાતા હોય છે.
તે જ પ્રમાણે પોરબંદરમાં વસવાટ કરતા વર્ષાબેન પ્રેમજીભાઈ ચમ દ્રારા તેની માલીકીની મિલ્કત કે જે પોરબંદરના લાલપેલેસ વિસ્તારમાં પટેલ કોલોની તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલી મિલ્કત પોરબંદરની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા માં ગીરો મુકીને લોન લીધેલી હોય અને રકમ ભરપાઈ ન કરતા સેન્ટ્રલ બેંક દ્રારા નિયમ મુજબ કાર્યવાહી કરી મિલ્કતની હરરાજી કરતા અને પોરબંદર નાં રહીશ નિકુંજ મોહનભાઈ ભુતીયા દ્રારા રૂા.૨૯, ૨૦,૦૦૦/- અંકે રૂપિયા ઓગણત્રીસલાખ વીશહજાર પુરામાં સૌથી ઉંચી બોલી બોલીને આ મિલ્કત ખરીદ કરેલી હતી. અને બેંક દ્રારા દસ્તાવેજ પણ કરી આપવામાં આવેલુ હતું. અને તે અન્વયે વર્ષાબેન પ્રેમજીભાઈ ચમ દ્રારા પોરબંદરની કોર્ટમાં, રે. દિ. મું. નં.૨૪૮/૨૦૨૨ થી દાવો કરેલો હતો.
અને આ કામમાં ખરીદનાર નિકુંજ મોહનલાલ ભુતીયા વતી પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્રારા વિગતવાર જવાબ રજુ કરી અને મિલ્કત ખરીદનાર શુધ્ધબુધ્ધિના ખરીદનાર છે. અને કાયદાની જોગવાઈ મુજબ જ સીકયુરાઈઝેશન એકટ-૨૦૦૨ ની જોગવાઈઓ હેઠળ જ બેંકે કાર્યવાહી કરેલી હોય અને ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એકટની જોગવાઈ મુજબ જ મિલ્કતનો વ્યવહાર થયેલો હોય અને રજીસ્ટ્રેશન એકટ ની જોગવાઈ મુજબ મિલ્કત ના દસ્તાવેજનું રજીસ્ટ્રેશન થયેલુ હોય અને તે રીતે જયારે ખરીદનારે કોઈ કાયદાકીય જોગવાઈઓનો ભંગ જ કરેલો ન હોય તે સંબંધેનો જવાબ રજુ કરતા અને નામદાર કોર્ટ દ્રારા રેકર્ડ ઉપરનો પુરાવો લેતા અને હાલ વાદવાળી મિલ્કતનો કબજો ભોગવટો નવા ખરીદનાર પાસે હોવાનું અને કાયદા મુજબ દસ્તાવેજ થયેલ હોવાનું માલુમ પડતા અને ત્યારબાદ ખરીદનાર ના એડવોકેટની વિગતવાર દલીલ તેમજ તે સંબંધે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્રારા આવા જ કારણોસર બેંકે કરેલી કાર્યવાહી કાયદેસર ઠરાવેલી હોય ત્યારે પોરબંદર નાં એડીશ્નલ સીવીલ જજ ભાટીયા દ્વારા ઝડપી અને કાયદાકીય જોગવાઈઓ ધ્યાને લઈને રેકર્ડ ઉપરના પુરાવા તથા એડવોકેટની દલીલ તથા નામદાર ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો ધ્યાને રાખીને વાદીએ કરેલ દાવો રદ કરી નાંખેલ છે. અને મિલ્કતના ખરીદનાર શુધ્ધબુધ્ધિના ખરીદનાર હોવાનું ઠરાવેલુ હતું.
આ ચુકાદાથી બેંક દ્રારા હરરાજી કરીને મિલ્કતની વેચાણની કાર્યવાહી કરતી હોય ત્યારે ખરીદનાર દ્રારા કોઈ ભય રાખ્યા વગર મિલ્કતની ખરીદી કરી શકે તેવુ આ ચુકાદાથી પ્રસ્થાપીત થયેલ છે. અને તે રીતે આ ચુકાદો બેંકની મિલ્કત ખરીદનારાઓ માટે સિમ્હાચીનરૂપ ચુકાદો છે. આ કામમાં મિલ્કતના ખરીદનાર નિકુંજ ભુતીયા વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, નવધણ જાડેજા, ભુમી વરવાડીયા, ચાંદની મદલાણી, માહી પુરોહીત રોકાયેલા હતાં.