રાણાવાવની સરકારી કોલેજ દ્વારા આજે તા ૧૫ ના રોજ કોલેજ પ્રવેશ માટેના પોર્ટલ રજીસ્ટ્રેશન અને એડમીશન માટે સેમિનાર યોજાશે.
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ૧૨ પાસ થયેલ વિદ્યાર્થીઓ માટે આગળ અભ્યાસ કરવા તથા ગુજરાતની કોઈપણ ૧૪ જેટલી સરકારી યુનિવર્સિટીઓમાં એડમિશન મેળવવા માટે GCAS નામના પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી એડમિશન મેળવવાનું ફરજિયાત થયેલ છે જો કોઈ વિદ્યાર્થી આ પ્રક્રિયામાંથી પસાર થયેલ નહિ હોય તો તેમને એડમિશન મળવા પાત્ર થશે નહિ, આ સંદર્ભે શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ ઝડપી અને સચોટ કામગીરી થઈ રહેલ છે જે સંદર્ભે સરકારી વિનયન કોલેજ, રાણાવાવ દ્વારા પોરબંદર જિલ્લાની સર્વે હાઇસ્કૂલના ૧૨ પાસ વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન અને એડમિશન સંદર્ભે તા. ૧૫/૦૫/૨૦૨૪ ને બુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઓફલાઈન સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે, આ સેમીનારનું સ્થળ: કોન્ફરન્સ રૂમ, સરકારી વિનયન કોલેજ, રાણાવાવ, ઈચ્છાપૂર્તિ હનુમાન મંદિર પાસે, રાણાવાવ બાયપાસ રોડ, રાણાવાવ માં યોજવામાં આવશે. આ સેમીનારનું ઉદ્દેશ્ય પોરબંદર જિલ્લાના સર્વે વિદ્યાર્થીઓમાં GCAS પોર્ટલ સંદર્ભિત સમગ્ર અને ઊંડાણ પૂર્વકની માહિતી પહોચાડવાનો છે તથા કોઈપણ વિદ્યાર્થી એડમિશન થી વંચિત નાં રાહે તે છે. તો આ સેમિનાર માં પોરબંદર જિલ્લાના વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય અને આ પોર્ટલ સબંધિત કોઈપણ પ્રશ્ન હોય તો તેનું સમાધાન મેળવી શકશે.
ત્યારબાદ બીજા ઓનલાઇન સેમીનારનું આયોજન તા. ૧૭/૦૫/૨૦૨૪ ને શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કરવામાં આવશે. જેનું માધ્યમ ગૂગલ મીટ રહેશે. જેની લિંક meet.google.com/tfn-pxbz-swc આ મુજબ છે તો આ સેમિનારમાં આપ ઘરે બેઠા બેઠા પોતાના મોબાઈલ થી જોડાઈ શકશો.
-ડૉ. મયુર ભમ્મર, પ્રોફેસર,
મીડિયા સેલ કોર્ડિંનેટર,
સરકારી વિનયન કોલેજ, રાણાવાવ