પોરબંદરના આર્યસમાજ ખાતે વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે એક મહિનાના સમર કેમ્પનો પ્રારંભ કરાયો છે જેમાં ૧૫૦ વિદ્યાર્થીભાઈ-બહેનો ઉત્સાહભેર જોડાયા છે.
વૈદિક સંસ્કૃતિ ના પ્રચાર પ્રસાર માટે અનેકવિધ પ્રવુતિઓ માં પોરબંદર જિલ્લા માં અનોખું સેવાનું કામ કરનાર આર્યસમાજ દ્વવારા મહર્ષિ દયાનંદ સરસ્વતી 200 મી જન્મ જ્યંતી ની ઉજવણી ના ભાગરૂપે તા 1-5-25 થી વેકેશન પૂરું થાય ત્યાં સુધી દરોજ બપોર 4થી 6 સુધી આર્ય સમાજ ખાતે વિના મુલ્યે એક માસના સમર કેમ્પ નુ આયોજન કરવા માં આવેલ છે.આર્ય સમાજ ના વિરવિર આર્યદળ ના અધિસ્થાતા ગગનભાઈ કુહાડા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સમર કેમ્પ નો આર્ય સમાજ ના પ્રમુખ ધનજીભાઈ આર્ય એ પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે શાળા કોલેજો મા હાલ વેકેશન ચાલી રહ્યું છે વેકેશન દરમિયાન બાળકો ઘરે રહેતા બાળકો મોબાઈલ ટીવી દૂર રહી ને પોતાના મા રહેલી કુટેવો ને ત્યાગી ને સંસ્કાર સાથે કૌશલ્યો નૉ વિકાસ કરી પોતાનું વ્યક્તિત્વ નૉ વિકાસ કરે તે માટે આ કેમ્પનુ આયોજન કરવા મા આવેલ છે.
આજના યુગમાં બાળકો ને શિક્ષણ સાથે સંસ્કાર જરૂરી છે.તેમ જણાવી સૌ છાત્રો ને આવકાર્યા હતાં આ સમરકેમ્પમાં વિદ્યાર્થી ભાઈ બહેનોને આર્ય સમાજના વિદ્વાન પુરોહિત નીતિનકુમાર શાસ્ત્રી,ઋષિકુમાર શાસ્ત્રી, અને નિવૃત આર્મીમેન કાંતિલાલ મોદી વૈદ ડો છોટુભાઈ સુરાણી,સુશીલભાઈ ડાકી કરણભાઈ આર્યવીર દ્વારા વ્યક્તિત્વ ઘડતર માટે વિવિધ પ્રકારની પ્રશિક્ષણ – તાલીમ આપવામાં આવી રહી છે આ ઉપરાંત બાળકો ની વક્તતૃત્વ કળા ખીલે તે માટે બાળકો ને આર્ય સમાજના સ્થાપક :મહર્ષિ દયાન દ સરસ્વતી, ભારતીય સંસ્કૃતિ ની ધરોહર : ગાય અને હવન – યજ્ઞ નુ મહાત્મ્ય એ વિષય પર પોતાના મૌલિક વિચારો પ્રસ્તુત કરશે શ્રેષ્ઠ વિચારો પ્રસ્તુત કરનાર ને આર્ય સમાજ દ્વવારા ઇનોમો આપવામાં આવશે
વિજ્ઞાન ટેક્નોલોજી ના સ્પર્ધાત્મક યુગમાં સત્ય,અભય, સ્વદેશી,શિસ્ત, સંસ્કાર, આધ્યાત્મિક, અહિંસા, શરીર શ્રમ, સ્વાવલંબન, સ્વાદત્યાગ જેવા મૂલ્યો ના હાસ ના કારણે સમાજમાં વધી રહેલી હતાશા ના કારણે સામાજિક તેમજ નૈતિક મૂલ્યો ના ખેડાણ માટે આ મૂલ્ય શિક્ષણ જરૂરી છે વિદ્યાર્થીઓ માં શિસ્ત સઁસ્કાર અને ચરિત્ર નિર્માણ ના ઉમદા હેતુ સર આ વિના મૂલ્ય સમર કેમ્પ નુ આયોજન કરવા માં આવેલ છે આ સમર કેમ્પ માં વિદ્યાર્થી ભાઈ બહેનો ને બે વિભાગ માં તાલીમ આપવા મા આવી રહી છે જેમાં (1) શારીરિક ઉત્થાન માં સર્વાંગી સુંદર વ્યાયામ, શૂર્ય નમસ્કાર, ભૂમિ નમસ્કાર દંડ બેઠક, લાઠ્ઠી દાવ, કરાટે, મિલ્ટ્રીની તેમજ (2) આત્મિક ઉત્થાન માં ઈશ્વર પૂજા, સંધ્યા, હવન યોગ પ્રાણયમ નૈતિક શિક્ષા સાથે શિષ્ટ આચરણ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે.
મહર્ષિસ્વામિ દયાનંદ માર્ગ આર્ય સમાજના પ્રાર્થના ખંડ ખાતે વિદ્યાર્થી ભાઈ બહેનો માટે આ વિના મૂલ્ય ફ્રી સમર કેમ્પ નુ આયોજન કરવા માં આવેલ છે ગત વર્ષે યોજાયેલા આ સમર કેન્પ માં મોટી સંખ્યા માં વિદ્યાર્થી ભાઈ બહેનો જોડાયા હતાં આથી આ વર્ષે પણ આયોજન કરવામા આવતા તેમાં શહેર ના 150 જેટલાં બાળકો ઉત્સાહ ભેર જોડાયા છે. ગોઢાણીયા બી. એડ કોલેજ ના ડાયરેક્ટ ડો ઈશ્વરભાઈ ભરડા એ જણાવ્યું હતું કે બાળકો વાતાવરણ મા શીખે છે જેવું વાતાવરણ આપીએ તેવું બાળક શીખે છે જો બાળક નિંદાભર્યા વાતાવરણ મા જીવશે તો તે વખોડવાનુ શીખશે, જો બાળક વેર કે વિરોધ વચ્ચે ઉછરશે તો તે લડતા શીખશે. બાળકો ને આપણે કેવું વાતાવરણ પૂરું પાડીયે તેવું શીખે છે એટલે કે બાળકો જે જીવે છે તે શીખે છે ત્યારે આર્ય સમાજ બાળકો ને સઁસ્કાર લક્ષી ચારિત્ર લક્ષી અને મૂલ્ય લક્ષી આધ્યાત્મ્યલક્ષી વાતાવરણ પૂરું પાડીને બાળકો ના વ્યક્તિત્વ નુ ઘડતર કરે છે આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય તથા મંત્રી કાંતિલાલ જુંગીવાલા ના માર્ગદર્શન હેઠળ વિના મૂલ્ય સમર કેમ્પમાં આર્ય સમાજના હોદેદારો સુરેશભાઈ જુંગી દિલીપ ભાઈ જુંગી હરનારાયનસિંહ, નાથાભાઈ લોઢારી ગગનભાઈ કુહાડા ડો છોટુભાઈ સુરાણી ડો રવિભાઈ સુરાણી સહીતના જહેમત ઉઠાવે છે.










