રાણાવાવ પંથક માં પોલીસે બે અલગ અલગ દરોડા માં એક શખ્શ ને દેશી બંદુક અને એક શખ્સ ને દેશી જામગરી સાથે ઝડપી લીધો છે.
પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા આગામી લોકસભા તથા વિધાનસભા ચુંટણી તથા રામનવમી તહેવાર અન્વયે કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ચુંટણીમાં અડચણરૂપ શખ્સો ઉપર વોચ રાખવા તથા ગેરકાયદે હથિયારો શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને એલ.સી.બી. ના ઇન્ચાર્જ પી આઈ આર. કે. કાંબરીયા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમી ના આધારે રાણાવાવની સરકારી વિનયન કોલેજ પાસે રોડ ઉપર થી દીપસિંહ ઉર્ફે દીપુ નાગાજણભાઇ માણેક (ઉ.વ.૪૩ રહે. મિયાણી ગામ ફુલવાડી વિસ્તાર)નામના શખ્શ પાસે થી રૂ ૧૫ હજાર ની કીમત ની આધાર પરવાના વગરની ચાલુ હાલતની દેશી બનાવટની લોખંડની પીસ્તોલ મેગેજીન વાળી કબ્જે કરી હતી. અને તેની વધુ પુછપરછ હાથ ધરી છે.
અન્ય એક દરોડા માં પોરબંદર ના મીલપરા શેરી નં ૩ માં વાછરાડાડા ના મંદિર પાસે રહેતો વિજય અશોકભાઈ સોલંકી નામનો શખ્શ રાણાવાવ થી ભોરાસર સીમ જતા રસ્તે નેશનલ હાઈવે સર્વિસ રોડ પર થી પસાર થતો હતો. ત્યારે એસઓજી ટીમે બાતમી ના આધારે તેને રૂ ૧ હજાર ની કીમતની દેશી હાથ બનાવટ ની જામગરી બંદુક સાથે ઝડપી લીધો છે. અને તેની વધુ પુછપરછ હાથ ધરી છે.