પોરબંદર
પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં પોલીસે નશાખોર કેન્સરગ્રસ્ત આધેડ ને થપ્પડ મારતા સ્થાનિકો એ પોલીસ સાથે બબાલ કરી હતી.આથી લોકોના ટોળા એકત્ર થતા શહેરની પોલીસ ટીમને બોલાવવી પડી હતી.બાદમાં આગેવાનોના પ્રયાસથી મામલો થાળે પડ્યો હતો.
પોરબંદર ના સુભાષનગર વિસ્તારમાં ગઈ કાલે રાત્રે હાર્બર મરીન પોલીસ મથક નો સ્ટાફ એક ભરણ પોષણના આરોપીને કોર્ટના વોરંટના આધારે પકડવા ગયો હતો.ત્યારે તે વિસ્તાર માં એક પરિવાર ઝગડતો હતો.જેથી પોલીસે તે પરિવાર ના નશાની હાલતમાં રહેલ આધેડને ગાલ પર થપ્પડ મારતા તેના પરિવારજનો અને સ્થાનિકો ઉશ્કેરાઈ ગયા હતા.કારણકે પોલીસે જેને થપ્પડ મારી હતી તે કેન્સરનો દર્દી હતો અને થપ્પડ ના કારણે તેના મો માંથી લોહી નીકળવા લાગ્યું હતું. જેથી લોકોમાં આક્રોશ જોવા મળતો હતો.અને થપ્પડ મારનાર પોલીસકર્મી નો કાંઠલો પકડી લીધો હતો.
ત્યાર બાદ વધુ પોલીસ સ્ટાફ બોલાવવામાં આવ્યો હતો.પરંતુ મામલો વધુ ઉગ્ર બનતા લોકો ના ટોળા હાર્બર મરીન પોલીસ મથક પર દોડી આવ્યા હતા.અને પોલીસ હાય હાય ના નારા લગાવ્યા હતા.જેથી મરીન પોલીસ સ્ટાફે એલસીબી,કમલાબાગ પોલીસ સ્ટાફ ને પણ ત્યાં બોલાવતા તેઓ પણ ત્યાં દોડી આવ્યા હતા.સ્થાનિકો એ રોષભેર જણાવ્યું હતું કે પોલીસ દ્વારા દારૂ પીધેલ હોય તેને પકડવામાં આવે બેફામ માર મારવામાં આવે છે.પરંતુ દારૂ વેચનાર પર કોઈ કાર્યવાહી થતી નથી.સુભાષનગર માં શેરી ગલીઓ માં ઠેર ઠેર દારુ વેચાઈ રહ્યો છે.પરંતુ ખુલ્લેઆમ દારૂ વેચતા બુટલેગરો સામે પોલીસ આંખ આડા કાન કરે છે.ટોળા એકત્ર થતા પોલીસે નજીક માં રહેલી દુકાનો બંધ કરાવી હતી. ત્યાર બાદ સ્થાનિક આગેવાનો એ આવી સમજાવટ કરતા મામલો થાળે પડ્યો હતો.
જુઓ આ વિડીયો