પોરબંદર ના બંદર વિસ્તાર માં ચાર વર્ષ પૂર્વે પૈસા ની લેતીદેતી મામલે વૃદ્ધ ની હત્યા કરનાર શખ્સ જેલ માંથી પેરોલ દરમ્યાન નાસી જતા પોલીસે તેને હૈદરાબાદ થી ઝડપી લીધો છે.
પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં લકડીબંદર પાસે મચ્છીના દંગામાં ચાર વર્ષ પુર્વે રાત્રી ના સમયે ઘાતકી હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં મચ્છી નો વ્યવસાય કરતા કાનજીભાઇ દામાભાઇ હોદાર નામના વૃદ્ધ રાત્રીના સમયે વોકીંગ પર નીકળ્યા હતા. ત્યારે બે શખ્સોએ તેમના પર તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યાર બાદ બન્ને શખ્સો નાસી ગયા હતા. જે મામલે મૃતક કાનજીભાઇ ના પત્ની રતનબેને સુરેશ ઉર્ફે સુરીયો ગોલાટા અને કિશોર ભીખુ જુંગી સામે પોતાના પતી ની પૈસા ની લેતીદેતી બાબતે હત્યા નીપજાવી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
ત્યાર બાદ પોલીસે આરોપીઓ ની ધરપકડ કરી હતી. અને કિશોર ઉર્ફે નવલો ઉર્ફે ભૂરો ભીખુ દેવા જુંગી (રે ખારવાવાડ ,જલારામ મંદિર પાસે) નામનો શખ્શ પોરબંદર ની ખાસ જેલ માં કાચા કામ ના કેદી તરીકે સજા ભોગવતો હતો. આ શખ્સ તાજેતર માં પેરોલ રજા પર આવ્યો હતો. અને તા.૫/૨/૨૦૨૪ થી પેરોલ રજા પરથી ફરાર થયો હતો. જે અંગે અંગે કિર્તીમંદિર પોલીસ મથક માં એન સી દાખલ થઇ હતી. આ શખ્સ ડીસ્ટ્રીકટ કોર્ટ ના પકડ વોરંટના કામે છેલ્લા બે માસથી ફરાર હતો. જે હાલ તેલંગણા રાજ્યના હૈદરાબાદ ખાતે હોવાની બાતમી મળતા પોલીસ તુરંત હૈદરાબાદ દોડી ગઈ હતી. અને કિશોર ની ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

