પોરબંદર જીલ્લા માં આજે ઠેર ઠેર હોલિકા દહન યોજાશે જીલ્લા માં અંદાજે ૧૫૦ થી વધુ સ્થળો એ હોલિકા દહન નું આયોજન કરાયું છે.
પોરબંદર માં આજે હોળી નિમિતે ઠેર ઠેર હોલિકા દહન નું આયોજન કરાયું છે. જેના માટે વિવિધ વિસ્તારમાં મિત્ર મંડળ તથા ગ્રુપ દ્વારા હોલિકા દહન માટેના લાકડા, છાણા સહિત મંગાવી લીધા છે. અને જે તે વિસ્તારમાં શણગાર પણ કરવામાં આવી રહ્યો છે. હોલિકા દહન બાદ લોકો પ્રદક્ષિણા કરે છે. જેનું પણ ખાસ મહત્વ રહેલું છે જેથી જે સ્થળે હોલિકા દહન કરવામાં આવશે ત્યાં સાફ સફાઈ સહિતની તૈયારી કરી છે. શહેર ના ખારવાવાડ વિસ્તારમાં પણ હોલિકા દહનનું વિશેષ આયોજન કરવામાં આવેછે. શહેર ના વિવિધ વિસ્તાર માંથી લોકો અહીં હોળીના દર્શન કરવા ઉમટી પડતા હોય છે.
ખારવાવાડમાં ઝુ ફળિયા, લાખાણી ફળિયા, પંચહાટડી, મીરા પીરની દરગાહ પાસે, કાંઠા નો ડાયરો સહિતના વિસ્તારોમાં હોળીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે કાર્યકરોએ તૈયારી કરી છે. તો કોલીવાડ રામમંદિર સામે ચોકમાં, એસવીપી રોડ, ઝુંડાળા, કડીયાપ્લોટ, મિલપરા, રાજીવનગર, ખાપટ, પેરેડાઈઝ વિસ્તાર, ઝુરીબાગ, બોખીરા, જ્યૂબેલી, સહિતના વિસ્તારોમાં હોલિકા દાહનના કાર્યક્રમનું આયોજન માટેની તડામાર તૈયારી કરવામાં આવી છે. ગ્લોબલ હોસ્પિટલ પાસેના પટાંગણમાં ભવ્ય હોલિકા દહન ના આયોજન માટે પણ શણગાર સહિતની તૈયારી કરાઈ છે. હોલીકાનું દહન થયા બાદ લોકો નાળીયેર, ખજુર, ધાણી, દાળીયા અને પાણી લઈને પ્રદક્ષીણા કરી લોકો હોળી ની પ્રદક્ષિણા અને પૂજા કરી ધન્યતાનો અનુભવ કરશે. પોરબંદર ઉપરાંત રાણાવાવ, કુતિયાણા, માધવપુર અને બગવદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હોલીકાનું દહન કરવામાં આવશે.
વાડી પ્લોટ ખાતે ૧૨ ફૂટ ની હોલિકા નું ફટાકડા ની આતશબાજી સાથે દહન થશે
પોરબંદરમાં વાડિપ્લોટ શાકમાર્કેટ પાછળ છેલ્લા ૪૭ વર્ષથી હોળી ઉત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વખતે પણ ગ્રુપ દ્વારા ફટાકડાની આતશબાજી સાથે ઉજવણી થશે જેના માટે 12 ફૂટની ઉંચાઈ ધરાવતી હોલિકા તેમજ 10 હજાર છાણા વડે 10 ફૂટની હોળી બનાવવામાં આવી છે.હોલિકા દહન બાદ એક કલાક સુધી રંગબેરંગી ફટાકડાઓ ની આતશબાજી થી આકાશ રંગીન બની જશે હજારો લોકો આ હોલિકા દહન ના દર્શન માટે આવશે.
ગ્રામ્ય વિસ્તાર માં વાડ ની પરંપરાગત ઉજવણી થશે
ગ્રામ્ય વિસ્તારો માં વર્ષો થી ચાલી આવતી પરંપરા મુજબ જે પરિવારમાં પુત્રનો જન્મ થયો હોય તેવા પરિવારના લોકો હોળીના દિવસે વાડનો પ્રસંગ ઉજવે છે. જેમાં પરીવાર જનો તેમના મિત્રો અને કુટુંબી જનોના ધરે લ્હાણી રૂપે ખજૂર, સાકર, પતાસા વહેચે છે.હોળીના તહેવારમાં વાડના પ્રસંગે પરિવારો વાજતે ગાજતે આ પ્રસંગને ઉજવશે. કેટલાક પરિવારો તો પુત્રીના જન્મ પ્રસંગે પણ વાડનો પ્રસંગ ઉજવે છે