પોરબંદર
પોરબંદર શહેર માં આજે હોળીના દિવસે ૧૦૦ થી પણ વધુ સ્થળોએ હોલીકાનું દહન કરવામાં આવશે.શહેરના વિવિધ વિસ્તારો માં સ્થાનિક મિત્ર મંડળો દ્વારા હોલિકા ને લઇ ને તૈયારીઓ કરવામાં આવી છે.અને કેટલાક સ્થળો એ મંડપ અને રોશની નો શણગાર પણ કરવામાં આવશે.વાડિપ્લોટ શાકમાર્કેટ પાસે છેલ્લા 45 વર્ષથી હોળી ની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ દસ હજાર છાણા વડે હોળી બનાવવામાં આવશે.તથા તેના પર ૧૨ ફૂટ ની હોલિકા નું પુતળું ફટાકડા ભરી ને મુકવામાં આવશે.અને જયારે હોલિકા દહન થશે ત્યારે એક કલાક સુધી આકાશ માં રંગબેરંગી ફટાકડાઓ ની આતશબાજી થશે.અને મોટી સંખ્યા માં શહેરીજનો આ હોળી ના દર્શન કરવા આવશે.
શહેરના ખારવાવાડમાં વિસ્તારમાં પણ ખારવાવાડમાં ઝુ ફળિયા,લાખાણી ફળિયા,પંચહાટડી,મીરા પીરની દરગાહ પાસે, કાંઠા નો ડાયરો સહિતના વિસ્તારોમાં હોળીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં હોલિકા ના અવનવા કલાત્મક પુતળા બનાવવામાં આવશે.ઉપરાંત બોખીરા,જુબેલી,મીલપરા,ઝુંડાળા,કોળીવાડ,રામધુન મંદિર સામે ચોકમાં, એસવીપી રોડ,કડીયાપ્લોટ,રાજીવનગર,ખાપટ,પેરેડાઈઝ વિસ્તાર,ભગવાન પરશુરામ માર્ગ,ઝુરીબાગ સહિતના વિસ્તારોમાં હોલિકા દહન કરવામાં આવશે.રાત્રીના આઠ વાગ્યે હોલીકાનું દહન થયા બાદ લોકો નાળીયેર, ખજુર, ધાણી, દાળીયા અને પાણી લઈને પ્રદક્ષીણા કરશે.પોરબંદર શહેર ઉપરાંત રાણાવાવ, કુતિયાણા, માધવપુર અને બગવદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હોલીકાનું દહન કરવામાં આવશે.
જુઓ આ વિડીયો