પોરબંદરમાં ઘી વહેંચવા આવેલી બે મારવાડી મહીલાઓએ એક લાખ રૂપિયાની છેતરપીંડી કરીને તાંબા પિતળની કટકીઓ સોનામાં ખપાવીને પોતાની પાસે જુનુ સોનુ છે. તેમ કહી ચીટીંગ કરતા પોલીસ ફરીયાદ નોંધાવાઈ છે.
પોરબંદરના જયુબેલી વિસ્તારમાં ડો.જસુબેન કારાવદરાના દવાખાના પાસે રહેતા ઉષાબેન રમેશભાઈ ધોકીયા(ઉવ ૪૪) નામના મહીલાએ નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તેના પતિ રમેશભાઈ અરશીભાઈ ધોકીયા સુથારી કામ કરે છે. ૧૫ દિવસ પહેલાં જ ઉષાબેન તેમના ઘરે હતા ત્યારે બપોરે મારવાડી ભાષા બોલતી બે અજાણી મહીલાઓ તેમના લતામાં ઘી વહેંચવા માટે આવી હતી. અને ૨૬૦ રૂપીયે કીલોના ભાવે ઘી ખરીદયું હતું. ત્યારબાદ તા.૧૮/૩ના ઉષાબેન તથા તેની બંને દિકરીઓ નીલમ અને કોમલ તથા સાસુ જયાબેન ઘરે હતા ત્યારે સવારે ફરીથી એ બંને મહીલાઓ ત્યાં ઘરે આવી હતી અને ઘી લેવાનું પુછતા ઉષાબેને ઘી લેવાની ના પાડી હતી ત્યારબાદ આ મહીલાઓએ ‘તમારા પતિ શું કામ કરે છે?’ અમારે તમારા પતિ પાસે હીસાબ કરાવો છે અમારી પાસે સોનુ છે જેમાંથી થોડુક સોનુ વહેંચ્યુ છે જેનો હીસાબ કરતા અમને આવડતુ નથી તમારો પતિ હોય તો અમને હીસાબ કરી આપે તેવુ કહેતા ઉષાબેને તેમના પતિ રમેશને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો.
જમીન ખોદી તેમાંથી સોનું નીકળ્યા ની સ્ટોરી બનાવી
રમેશભાઈ ઘરે આવ્યા પછી મહીલાઓએ એવુ કહ્યુ હતું કે, ‘અમારી પાસે હજી થોડુક સોનુ છે. અને અમારે પૈસાની તાત્કાલીક જરૂર છે. માટે તેને વહેંચવુ છે’ તેમ કહીને એક પોટલીમાંથી સોના જેવી પીળા કલરના ધાતુની ઘણી બધી કટકીઓ હતી. આથી રમેશભાઈએ એ મહીલાઓને પુછતા તેણે એવુ કહ્યુ હતુ કે, અમે માલધારી છીએ અને જયાં નેસડા નાખીએ છીએ ત્યાં એક જગ્યાએ ચુલો ગાળવા માટે જમીન ખોદી તો તેમાંથી આ સોનુ નીકળ્યુ છે. જેમાંથી અડધુ સોનુ અમે હમણાં એક જગ્યાએ વહેંચ્યુ છે. અને અમારે દિકરીના લગ્ન કરવાના છે. માટે રૂપીયાની તાત્કાલીક જરૂર છે. એટલે આ સોનુ પણ તાત્કાલીક વહેંચવુ છે. આથી રમેશભાઈએ તેને ‘તમે લાવેલ સોનુ સાચુ છે કે ખોટુ તેની કઈ ગેરંટી તેમ પુછતા એક મહીલાએ સોનાની એક કટકી આપી હતી અને કહ્યુ હતુ કે, ‘તમે તમારા સોની પાસે જઈને ચેક કરાવી શકો છો અમે બપોરે તમારા ઘરે આવીશું અને તમારે ત્યાં સોનુ વહેંચવા આવ્યા છે એ વાત કોઈને કહેશો નહીં તેમ કહીને સોનાની એક કટકી આપી જતી રહી હતી.
સોનાની એક કટકી સાચી નીકળી
ત્યારબાદ રમેશભાઈ તથા તેની પુત્રી એ સોનાની કટકી લઇને સોની બજારમાં ચેક કરાવવા માટે ગયા હતા. અને એકાદ કલાક પછી પરત ફરતા તેમણે એવુ જણાવ્યું હતું કે, સોનાની કટકી સાચી છે ત્યારબાદ એ બંને બહેનો ફરીથી ઉષાબહેનના ઘરે આવી હતી અને પુછયુ હતુ કે,સોનીએ શું કહ્યુ ? સોનુ સાચુ છે ને? ત્યારબાદ તે મહીલાઓએ કહ્યુ હતુ કે તેમની પાસે પ૦૦ ગ્રામ જેટલી સોનાની કટકી છે અને પાંચ લાખ રૂપીયામાં વહેંચવી છે આથી પતિ રમેશભાઇએ એવુ જણાવ્યું હતું કે, આટલા રૂપીયા નથી એટલે કટકી લેવી નથી આથી એ મહીલાઓએ એવુ જણાવ્યું હતું કે આટલા સસ્તા ભાવે કોઈ સોનુ આપશે નહીં આથી એ ભાવમાં અમારે સોનુ જોતુ નથી તેમ કહેતા એ બંને મહીલાઓ જતા-જતા એવુ કહી ગઈ હતી કે, અમે બપોર પછી તમારા ઘરે આવીશું બે લાખ રૂપીયામાં આ સોનુ અમારે આપી દેવુ છે
અસલી સોનું ગીરવે મૂકી તે રકમ માંથી નકલી સોનું ખરીદ્યું
એ મહીલાઓના ગયા પછી ઉષાબેને તેના પતિને એવુ જણાવ્યું હતું કે, આપણે થોડા ઘણાં રૂપીયાની સગવડ કરી લઇએ મારો ૩ તોલા સોનાનો દોરો, ફાઇનાન્સમાં ગીરવે મુકીને રૂપીયા ઉપાડતા આવો આવુ કહેતા રમેશભાઈ તાત્કાલીક મુથુટ ફાઇનાન્સમાં એક લાખ રૂપીયા સોનાનો દોરો ગીરવે મુકીને લઇ આવ્યા હતા અને સાંજે તે બંને બહેનો ફરીથી આવતા બે લાખ રૂપીયાની સગવડ થઇ કે નહી તેમ પુછતા એવુ જણાવ્યું હતું કે, અમારી પાસે એક લાખ રૂપીયાની સગવડ થઇ છે તેથી એ મહીલાઓએ ‘લક્ષ્મી તમારા ઘરે સામેથી ચાંદલો કરવા આવી છે તો તમે સોનુ લેવાની ના પાડો છો તેમ કહેતા રમેશભાઈએ એવુ કહ્યુ હતું કે એક લાખ રૂપીયાની સગવડ છે તેનાથી વધારે એક પણ રૂપીયો નથી એ બે મહીલાઓએ એવુ કહ્યુ કે, કાંઈ વાંધો નહી અત્યારે અમે આ બધુ સોનું તમને આપી દઈએ છીએ એક લાખ રૂપીયા આપી દો બીજા એક લાખ રૂપીયા અમે આવતા સોમવારે તમારા ઘરે આવીને લઇ જશું.
તેમ કહેતા ફરીયાદી ઉષાબેનના દીકરા રોનકે એ બંને મહીલાઓના ફોટા અને વીડીયો શુંટીંગ પણ કરી લીધુ હતુ અને ત્યારબાદ વજન કાંટો કાઢતા પીળી ધાતુઓની કટકીઓનું ૫૦૦ ગ્રામ વજન થયુ હતુ અને એક લાખ રૂપીયા એ મહીલાઓને આપી દીધા હતાં. ત્યારબાદ એ મહીલાઓ જતી રહ્યા પછી રમેશભાઈ ધોકીયા ફરી સોનીબજારમાં ગયા હતા અને તપાસ કરાવતા એ ત્રાંબા અને પિતળ જેવી પીળી ધાતુની નકલી કટકીઓ હોવાનુ જણાવ્યું હતું. તેના ઉપર સોનાનો કલર ચડાવેલો હતો. આથી ખોટુ સોનુ પધરાવીને એક લાખ રૂપીયા લઈ ગયેલ એ બંને મહીલાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને મહિલાઓ ના વિડીયો ના આધારે તેની ઓળખ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.