Wednesday, July 2, 2025

|| तुम रक्षक काहू को डरना ||

ગૌરવ:જલ જીવન સર્વેક્ષણમાં પોરબંદર જિલ્લો રાજ્યમાં પ્રથમ અને રાષ્ટ્રીય કક્ષાએ ચોથા ક્રમાંકે

ભારત સરકારના જલશક્તિ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૩થી જલજીવન સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એસ્પરન્ટ્સ (૦ થી ૨૫ ટકા નળ જોડાણ કવરેજ) પરફોર્મર્સ (૨૫ થી ૫૦ ટકા નળ જોડાણ કવરેજ) એચિવર્સ (૫૦ થી ૭૫ ટકા નળ જોડાણ કવરેજ) હાઇ એચિવર્સ (૭૫ થી ૧૦૦ ટકા નળ જોડાણ કવરેજ) ફ્રન્ટ રનર્સ (૧૦૦ ટકા નળ જોડાણ કવરેજ) સહિત અલગ અલગ પાંચ કેટેગરીમાં સર્વે કરાયો હતો.

જિલ્લા કલેક્ટર કે.ડી.લાખાણીના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લો ફ્રન્ટ રનર્સ કેટેગરીમાં નોમિનેશન થયો હતી. તમામ કેટેગરીમાં છ જુદા જુદા ઇન્ડીકેટર્સ આપવામા આવ્યા છે. જેમાં ૫૦ માર્કસ કુલ ગામો પૈકિ હર ઘર જલ સર્ટીફીકેટ માટે, ૧૦ માર્કસ ઘરે ઘરે થતા સેમ્પલ ટેસ્ટિંગ, ૧૦ માર્કસ પાણીના સોર્સના સેમ્પલ ટેસ્ટિંગ, ૧૦ માર્કસ ગ્રામ્ય લેવલે મહિલાઓને આપવામા આવતી ટ્રેનિંગ, ૧૦ માર્કસ જલજીવન મિશન સ્કિમ ગ્રામ્ય પાણી સમિતી અથવા ગ્રામ પંચાયતને સુપ્રત કરવા માટે અને ૧૦ માર્કસ ગ્રામ્ય લેવલે તાલીમ આપવા માટે એમ કુલ ૧૦૦ માર્કસ આપવામા આવ્યા હતા. આ સિવાય ગામોને દૈનિક પાણી પુરવઠો આપવામા આવતો હોય છે. તમામ બાબતો ધ્યાને લઇ ૦૧-૧૦-૨૦૨૨ થી ૩૦-૦૯-૨૦૨૩ના સમયગાળા દરમિયાન ભારત સરકારના જલશક્તિ મંત્રાલય દ્વારા ફ્રન્ટ રનર્સ કેટેગરીમાં કુલ ૧૧૪ જિલ્લા પૈકિ ગુજરાત રાજ્યના ૨૦ જિલ્લાને નોમિનેશન મળવા પામેલ છે.

જેમાં પ્રથમ પાંચ જિલ્લાને સન્માનિત કરતા પોરબંદર જિલ્લો રાજ્ય કક્ષાએ પ્રથમ તેમજ રાષ્ટ્રિય કક્ષાએ ચોથો ક્રમાંક આવતા ભારત સરકાર દ્વારા ફેલિસિટેશન સર્ટિફીકેટ આપવામા આવ્યું છે. આ તકે કલેકટર કે.ડી.લાખાણીના અધ્યક્ષ સ્થાને રાખેલી જિલ્લા સંકલન સમીતીની મિટિંગ દરમિયાન પોરબંદર પાણી પુરવઠા તેમજ વાસ્મો વિભાગના અધિકારીઓ એમ.એસ.દામા, આર.એલ.ચાવડા તથા તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવી કલેકટરના વરદ હસ્તે સન્માનીત કરવામા આવ્યા હતાં. જેથી પાણી પુરવઠા અને વાસ્મો વિભાગના તમામ કર્મચારી/અધિકારીઓમા હર્ષની લાગણી જોવા મળી હતી.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે