Monday, June 9, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં ૩૭ લાખ આપી બોગસ પાસપોર્ટ બનાવી બે વર્ષ લંડન રહી આવેલો શખ્સ ઝડપાયો:દેગામ તથા સુરત ના શખ્સો ના નામ ખુલ્યા

પોરબંદર માં બોગસ પાસપોર્ટ પર બે વર્ષ લંડન જઈ તાજેતર માં પરત આવેલા શખ્સ ને એસઓજી ટીમે ઝડપી લીધો છે. અને તેની પાસે થી બોગસ પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ કબ્જે કર્યા છે. આ શખ્સ ને પાસપોર્ટ બનાવી આપનાર સહીત ૨ શખ્સો ના નામ ખુલતા તેની સામે પણ ગુન્હો નોંધાયો છે.

પોરબંદર એસઓજી ના ઇન્ચાર્જ પી આઈ આર પી ચુડાસમા એ ઉદ્યોગનગર પોલીસ મથક માં નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ એસઓજી ટીમ સાથે પેટ્રોલિંગ માં હતા. તે દરમ્યાન બાતમી મળી હતી કે બોખીરા વિસ્તાર માં આવેલ વાછરાડાડાના મંદીર પાસે રહેતો પ્રતાપ કાકુભાઇ પરમાર નામનો શખ્સ બોગસ પાસપોર્ટ બનાવી અને યુ.કે જઇ આવ્યો છે. અને થોડા દિવસ પૂર્વે જ પોરબંદર પરત આવ્યો છે. આથી પોલીસે વોચ ગોઠવી પ્રતાપ ને અટકાવી તલાશી લેતા તેની પાસે થી એક હેન્ડ બેગ મળી આવી હતી.

જેમાં થી એક બોગસ પાસપોર્ટ મળ્યો હતો જે પ્રતાપ અમરતભાઇ નામનો હતો. જયારે તેનું સાચુ નામ પ્રતાપ કાકુભાઇ પરમાર હતું. આથી પ્રતાપે પોતાના આર્થીક ફાયદા માટે વિદેશ જવા માટે ખોટા બનાવટી દસ્તાવેજો નો ઉપયોગ કરી બોગસ પાસપોર્ટ બનાવ્યો હોવાનું સામે આવ્યું હતું. અને આ બોગસ પાસપોર્ટ તેને ૨૦૨૧ માં દેગામ ગામે રહેતા પોલા ગોગન સુંડાવદરા નામના સખ્શે રૂ ૩૭ લાખ લઇ પોલીસ ઇન્કવાયરી વગર પાસપોર્ટ તથા જન્મ પ્રમાણપત્ર તૈયાર કરી સુરતના કોઈ વ્યકિત પાસે બનાવડાવ્યો હોવાનું પ્રતાપે જણાવ્યું હતું. અને આ પાસપોર્ટ પર જ તે લંડન ગયો હતો. અને તાજેતર માં જ તે પરત ફર્યો હતો. પોલીસે પાસપોર્ટ બનાવી આપનાર પોલા અને સુરત ના અજાણ્યા શખ્સ સામે પણ ગુન્હો નોંધ્યો છે.

બોગસ પાસપોર્ટ માં વાપી નું સરનામું,એ એમ સી નું જન્મ પ્રમાણપત્ર
પોલીસે પ્રતાપ પાસે થી બોગસ પાસપોર્ટ ઉપરાંત બોગસ જન્મ નું પ્રમાણપત્ર અને બોગસ ચૂંટણી કાર્ડ પણ કબજે કર્યું છે. જેમાં તેનું સરનામું વાપી નું લખ્યું છે. જયારે અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન નું જન્મ નું પ્રમાણપત્ર પણ પાસપોર્ટ માં જોડેલ છે. આથી આ તમામ બોગસ દસ્તાવેજો બનાવવામાં મદદરૂપ બનનાર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સુધી તપાસ નો દોર લંબાય તેવું જણાઈ રહ્યું છે.

હજુ પણ અનેક લોકો ને મોકલ્યા હોવાની શક્યતા
પોરબંદર ના ગ્રામ્ય પંથક માં અનેક યુવાનો ને કોઈ પણ ભોગે વિદેશ જઈ કમાવાની ઘેલછા ધરાવતા હોવાથી તેનો લાભ એજન્ટો લેતા હોય છે. ત્યારે દેગામ ના પોલા નામના શખ્શે બોગસ પાસપોર્ટ પર અન્ય લોકો ને પણ મોકલ્યા પણ મોકલ્યા હોવાની શક્યતા ના આધારે પોલીસે એ દિશા માં પણ તપાસ શરુ કરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે