શાપુર સરાડીયા રેલ્વે લાઈન મામલે બાંટવા ખાતે ચાલી રહેલા આંદોલન માં કુતિયાણા ના વેપારીઓ જોડાયા હતા અને મંગળવારે સજ્જડ બંધ નું પણ એલાન કરાયું છે.
શાપુર –સરાડીયા રેલ્વે લાઈન ઘણા વર્ષો થી બંધ હાલત માં છે. અગાઉ આ મામલે અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆત થઇ ચુકી છે. તેમ છતાં કોઈ કામગીરી ન થતા હાલ બાંટવા ખાતે સામાજિક આગેવાન રાકેશભાઈ લખલાની બિન રાજકીય રીતે છેલ્લા 7 દિવસ થી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. ત્યારે આ ઉપવાસને કુતિયાણા ચેમ્બર્સ કોમર્સ અને વેપારી એસોશિયન દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. ઉપરાંત એક દિવસના ઉપવાસમાં કુતિયાણા ના વેપારીઓ જેમાં ચેમ્બર પ્રમુખ સુરેશ કડછા , ઉપ્રમુખ ગોરધનદાસ હોલારામ,અસ્લમ ખોખર, રણછોડ કડિયા, અઝહર જવેરી,જીવાભાઈ ખૂટી, વેપારી એસો.આગેવાન નાગેશ પરમાર સહિત અનેક વેપારી મંડળ પણ જોડાયા હતા.
સાથે વેપારી મંડળ સોમવારે આવેદનપત્ર પણ આપશે અને વેપારી એસો. દ્વારા મંગળવારે બંધનું એલાન પણ કરવા આવ્યું છે. અને આગામી સમય માં વેપારી એસોસિએશન દ્વારા વિવિધ કમિટી બનાવી સરપંચો સાથે મળીને આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે. અને જરૂર પડશે તો કુતિયાણાના ખાતે આમરણાંત ઉપવાસ સાથે આંદોલન શરૂ કરવા પણ તૈયારી બતાવી છે. અને હાલ માં મીટીંગોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. તાત્કાલિક ધોરણે આ લાઈન શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનના એંધાણ પણ દેખાઈ રહ્યા છે. અને બાટવા બાદ કુતિયાણામાં પણ આંદોલનને વેગ મળે તેવું પણ જણાઈ રહ્યું છે આજે સોમવારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ આવી રહ્યા છે. ત્યારે તેની સાથે પણ વેપારી સમિતિ મુલાકાત કરશે ને રેલ્વે લાઈન મામલે રજૂઆત કરશે. અને કેન્દ્રીય મંત્રી દ્વારા પ્રતિસાદ બાદ વેપારી એસો આગળ કાર્યવાહી કરશે તેવું જણાવાયું છે.