પોરબંદર ના રતનપર ગામના પાટિયા પાસે અકસ્માતગ્રસ્ત કાર માંથી પોલીસે ૬૦૦ લીટર દેશી દારૂ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદર ના ઉદ્યોગનગર પોલીસ મથક માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વીશાલ રવજીભાઈ વીંઝુડા એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ સવારે તે તથા અન્ય પોલીસકર્મીઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન માહિતી મળી હતી કે સોમનાથ હાઇવે ઉપર રતનપર ગામના પાટીયા પાસે રોડના ડીવાઇડર સાથે અથડાયેલ એક કાર પડી છે. જેમાં દેશી દારૂ નો જથ્થો છે. આથી તુરંત પોલીસ સ્ટાફ ત્યાં દોડી ગયો હતો. અને જઈ ને જોતા એક સફેદ કલરની કાર રોડની બાજુમાં ડીવાઇડર સાથે અથડાયેલ હાલતમાં પડી હતી.
કારની તપાસ કરતાં કારનો દરવાજો ખુલ્લો હતો. ને ચાવી પણ કાર માં લગાડેલ હતી. કારની પાછળની સીટ તથા ડેકી માંથી પ્લાસ્ટીકનાં બાચકા મળી આવ્યા હતા. જેની તલાશી લેતા તેમાંથી રૂ ૧૨ હજાર ની કીમત ની ૬૦૦ લીટર દેશી દારૂ ભરેલ ૧૨૦ કોથળી મળી આવી હતી..આથી ૪ લાખ ની કાર અને ૧૨ હજાર નો દારૂ કબ્જે કરી કાર ચાલક સામે ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.