પોરબંદર
રાણાવાવ ના ભોદ ગામે શ્રમિક પરિવાર ની અઢી વર્ષીય બાળકી ને ઝુપડા માં લઇ જઈ દુષ્કર્મ આચરનાર ને પોલીસે રાણાવાવ નજીક રેલ્વે ટ્રેક પર થી ઝડપી લીધો હતો.અને આજે રવિવારે રિમાંડ અર્થે રજુ કરવામાં આવશે.
રાણાવાવ ના ભોદ ગામના પાટિયા પાસે એક વાડી માં રહી મજુરીકામ કરતા પરિવારના સભ્યો મજુરીકામ અર્થે ગયા હતા.અને પરિવાર ના એક બાળકી સહીત ત્રણ બાળકો તેના ઝુપડા નજીક રમી રહ્યા હતા.ત્યારે આવી ચડેલા અજાણ્યા શખ્શે બાળકોને માર માર્યો હતો.તથા છરી બતાવી ડરાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.અને અઢી વર્ષ ની બાળકી ને તેના ઝુપડા માં લઇ જઈ તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
ઈજાગ્રસ્ત બનેલી બાળકી ને સારવાર માટે હોસ્પીટલે ખસેડવામાં આવી હતી.જયારે દુષ્કર્મ ગુજારનાર શખ્સ ત્યાંથી નાસી ગયો હોવાથી તેની શોધખોળ હાથ ધરી હતી.જેમાં સીસીટીવી ફૂટેજ ના આધારે તે શખ્શ ની ઓળખ થઇ હતી.અને ઠેર ઠેર તેની શોધખોળ કરતા રાણાવાવ રેલ્વે સ્ટેશનથી પોરબંદર તરફ જતા ટ્રેકની જમણી બાજુએ દોઢ કિ.મી.ના અંતરે ઝાડીમાથી તે શખ્શ મળી આવ્યો હતો.આથી પોલીસે તેની પુછપરછ હાથ ધરતા પોતાનું નામ સંતોષકુમાર બીરબહાદુર માંજી (ઉ.વ.૨૦)હોવાનું અને પોતે પટના ના કરબાગ ગામે રાજેન્દ્રનગર વિસ્તાર માં રહેતો હોવાનું જણાવ્યું હતું.
અને થોડા દિવસો પહેલા ટ્રેન મારફત બિહાર થી નીકળ્યા બાદ ટ્રેન બદલતો બદલતો પોરબંદર પહોંચ્યો હતો.અને અહી ગ્રામ્ય વિસ્તાર માં રખડતા રખડતા કોઈ ની સાયકલ ચોરી અને રાણાવાવ તરફ ગયો હતો.અને ભોદ ના પાટિયા પાછળ રહેતા શ્રમિક પરિવાર ના બાળકો ને રમતા જોઈ ત્યાં ગયો હતો.અને પછી બાળકો ને માર મારી રવાના કર્યા બાદ બાળકી પર કૃત્ય આચર્યું હોવાનું જણાવ્યું હતું.પોલીસ તેની વધુ પુછપરછ અર્થે આવતીકાલે રિમાંડ અર્થે મેજિસ્ટ્રેટ ના નિવાસસ્થાને રજુ કરશે.
જુઓ આ વિડીયો