Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

રાણાવાવ ના ભોદ પાટિયા નજીક અજાણ્યા શખ્શ દ્વારા અઢી વર્ષ ની પરપ્રાંતીય બાળા પર દુષ્કર્મ

પોરબંદર

રાણાવાવ ના ભોદ ગામે શ્રમિક પરિવાર ની અઢી વર્ષીય બાળકી સાથે અજાણ્યા શખ્શે ઝુપડા માં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું.પોલીસે નજીક માં રહેલ સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપી ને ઝડપી લેવા તજવીજ હાથ ધરતા આરોપી ને પોરબંદર થી ઝડપી લેવામાં સફળતા મળી હતી.

રાણાવાવ ના ભોદ ગામના પાટિયા પાસે એક વાડી માં રહી મજુરીકામ કરતા પરિવારના સભ્યો ગઈ કાલે બપોરે બે વાગ્યા આસપાસ મજુરીકામ અર્થે ગયા હતા.અને પરિવાર ના એક બાળકી સહીત ત્રણ બાળકો તેના ઝુપડા નજીક રમી રહ્યા હતા.ત્યારે એક અજાણ્યો શખ્શ ત્યાં આવી ચડ્યો હતો.અને બાળકો ને માર મારી ભગાડી દીધા હતા.જયારે અઢી વર્ષ ની બાળકી ને ઉઠાવી તેના જ ઝુપડા માં લઇ ગયો હતો.જ્યાં તેના પર દુષ્કર્મ આચર્યું હતું.ત્યાર બાદ ત્યાંથી નાસી ગયો હતો.

આ અંગે જાણ થતા બાળકી ના પરિવારજનો સહીત આસપાસ ના લોકો ત્યાં દોડી આવ્યા હતા.અને બાળકી ને ઈજાઓ થઇ હોવાથી સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવી હતી.ત્યાર બાદ પોલીસે નજીક માં રહેલ સીસીટીવી કેમેરા ના આધારે તપાસ હાથ ધરતા તે શખ્શ ત્યાંથી સાયકલ પર નાસી ગયો હોવાનું સામે આવ્યું હતું.આથી પોલીસે જીલ્લાભર માં નાકાબંધી કરી તેની શોધખોળ હાથ ધરી હતી.જેમાં મોડી સાંજે આરોપી ને પોરબંદર થી ઝડપી લેવામાં સફળતા મળી હતી.ઝડપાયેલ શખ્સ બિહાર નો વતની હોવાનું જાણવા મળે છે.જો કે પુછપરછ ચાલુ હોવાથી હજુ સુધી પોલીસે આરોપી નું નામ જાહેર કર્યું નથી.બનાવ ના પગલે સમગ્ર રાણાવાવ પંથક માં ચકચાર મચી છે.અને આવું અધમ કૃત્ય કરનાર પર ફિટકાર વરસી રહ્યો છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે