Thursday, October 31, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા અઢી કિમી ની રન ફોર રન નું આયોજન કરવામાં આવતા ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો

પોરબંદર ખાતે કોસ્ટગાર્ડ દ્વારા અઢી કિમી ની રન ફોર ફન નું આયોજન કરાયું હતું જેમાં ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.

48મા કોસ્ટ ગાર્ડ રાઇઝિંગ ડેની ઉજવણીના ભાગ રૂપે પોરબંદર કોસ્ટ ગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર નંબર-1 (દક્ષિણ ગુજરાત, દમણ અને દીવ) દ્વારા “રન ફોર ફન” ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર ના મુખ્ય પ્રવેશદ્વારથી શરૂ થતાં કુલ અઢી કિમી ની રન નું આયોજન કરાયું હતું. જે કનકાઇ મંદિર, ચોપાટી બીચ ખાતે પૂર્ણ થઇ હતી . આ ઇવેન્ટને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ અનિકેત સિંઘ, કમાન્ડિંગ ઓફિસર, આઈસીજીએસ સમુદ્ર પાવક દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.

ઇવેન્ટ માં 150 થી વધુ વિદ્યાર્થીઓ એનસીસી કેડેટ અને કોસ્ટગાર્ડના જવાનો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દેશના દરિયાઈ હિતોને સુરક્ષિત કરવામાં ભારતીય કોસ્ટ ગાર્ડની ભૂમિકાની પુષ્ટિ કરવા ઉપરાંત, આ ઇવેન્ટે આજના ટેક-સેવી યુગમાં તંદુરસ્ત જીવનશૈલી જીવવા માટે દોડવા અને જોગિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓના ફાયદાઓ દર્શાવ્યા હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે