પોરબંદર માં હત્યા કેસ માં આજીવન કેદ ની સજા ભોગવતો શખ્સ પેરોલ પર છુટ્યા બાદ દોઢ વર્ષ થી નાસતો ફરતો હતો જેને પોલીસે બોડેલી થી ઝડપી લીધો છે.
પોરબંદર ના જયુબેલી પોસ્ટ ઓફીસ સામે રહેતા વિજય દેવાભાઇ મોઢવાડીયા નામના શખ્શે ૨૦૧૪ માં ગણેશ નામના યુવાન ની હત્યા કરી હતી. જે મામલે તેને આજીવન કેદ ની સજા મળતા જામનગર ની જીલ્લા જેલ માં તે ૨૮/૧૦/૨૦૧૬ થી આજીવન કેદની સજા ભોગવતો હતો. અને ગત તા.૨૮/૦૪/૨૦૨૨ ના રોજ પેરોલ રજા પર છુટ્યા બાદ ફરાર થઇ ગયો હતો. અને દોઢ વર્ષ થી તે નાસતો ફરતો હતો. વિજય હાલ છોટા ઉદેપુર ના બોડેલી ખાતે હોવાની પોલીસ ને બાતમી મળતા એક ટીમ તુરંત ત્યાં રવાના થઇ હતી અને વિજય ની ધરપકડ કરી જામનગર જીલ્લા જેલ ખાતે સોંપી આપ્યો છે.